Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટીપ્સ : આ રીતે કરો વિંટર ફેસિયલ

બ્યુટી ટીપ્સ : આ રીતે કરો વિંટર ફેસિયલ
N.D

જો તમારી ત્વચા ઓઈલી કે સામાન્ય છે તો શિયાળાની ઋતુમા વિશેષ પ્રભાવ નહી પડે. પણ જો તમારી ત્વચા સુકી કે શુષ્ક છે તો તમારે આ ઋતુમાં વિશેષ ધ્યાન રાખવુ પડશે. વર્તમન દિવસોમા ઠંડી હવાઓથી ત્વચા ફાટી જાય છે કે શુષ્ક થઈ જાય છે. સૌથી વધુ ચેહરાની ત્વચા જ તેનાથી પ્રભાવિત થાય છે. ત્વચાની નમી બનાવી રાખવી મુશ્કેલ નથી. તમે ઋતુ મુજબ ફેશિયલ કરીને તેને ઋતુના ખરાબ પ્રભાવથી બચાવી શકો છો. વર્તમાન દિવસોમાં ફેશિયલ કેવી રીતે કરશો અને કંએ વસ્તુઓથી કરશો આવો જાણીએ...

- સૌ પહેલા ચેહરાની ત્વચાને સ્કીનિંગ મિલ્કથી ચોખ્ખી કરીને પાણીથી વોશ કરી લો. હવે બરાબર માત્રામાં ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરીને તેનાથી તમારા ચેહરાની માલિશ કરો. દાઢીની માલિશ હાથને બહાર લઈ જતા કરો.

- ગાલ પર ગોળાઈમાં માલિશ કરતા હાથ નીચેથી ઉપરની બાજુ લઈ જાવ. આ પ્રક્રિયાથી રક્ત સંચાર વધશે અને ગાલ પર ગુલાબી ચમક જળવાય રહેશે. કપાળ પર કે માથા પર માલિશ કરતી વખતે લેફ્ટથી રાઈટની બાજુ હાથને થોડો વાંકો કરીને માલિશ કરો.

- આંખોની કાળજી રાખતા આંગળીના ટેરવાથી એ રીતે માલિશ કરો કે ગ્લિસરીન આંખોમાં ન જાય નહી તો આંખોમાં બળતરાં થશે.

- ગ્લિસરીનની માલિશ હોઠ માટે શિયાળામાં જરૂરી છે. તેનાથી ત્વચા નરમ થઈ જાય છે. અને ફાટેલા હોઠને રાહત મળે છે. નાક માટે પણ આ ફાયદાકારી છે.

- શિયાળામાં જો આ મસાજ તમે દિવસમાં એક બે વાર સમય મળતા કરી લીધી તો તમારી ત્વચાની ચમક જોવા લાયક રહેશે.

- આ દિવસોમાં લગાવવામં આવતા ફેસપેક પણ થોડા જુદા હોય છે. સૌથી સારુ પેક લાલ ચંદનના પાવડરને માનવામાં આવે છે. તેમાં તાજી મલાઈ એટલી માત્રામાં મિક્સ કરો કે ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જાય. આ પેસ્ટને નીચેથી ઉપરની બાજુ ગોળાશમાં હાથ ચલાવતા ગરદન અને આખા ચેહરા પર લગાવો. પંદર વીસ મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. ત્વચાની શુષ્કતા દૂર થઈને ચમક આવી જશે.

- શુષ્ક ત્વચા થતા બદામના તેલમાં લીંબુના રસના બે-ત્રણ ટીપા નાખો અને ચંદનનો પાવડર મિક્સ કરો. આ ચેહરા પર લગાવી પાંચ સાત મિનિટ પછી રગડીને ઉતારી લો અને હલ્કા ગરમ પાણીથી ચેહરો ધોઈ નાખો. બદામનુ તેલન હોય તો મલાઈયુક્ત દૂધ પણ કામમાં લઈ શકો છો. આનાથી ત્વચાની કોમળતા વધશે અને સાથે જ શ્યામ ત્વચા ચમકી ઉઠશે.

- ત્વચા તૈલીય થાય તો મધમાં બેસન મિક્સ કરીને હલ્કા હાથોથી ચેહરા પર ઘસો અને પછી ધોઈ લો. બેસન ત્વચામાં રહેલ વધુ પડતા તેલને ઓછુ કરે છે અને મધ ત્વચાના ઢીલાપણાને ખતમ કરીને કસાવટ લગાવશે. ત્વચાની ચમક પણ મધ જાળવી રાખશે.

- જો તમે વધુ સમય તડકામાં રહેતા હોય તો રંગ પર અસર તો પડે જ છે. આવી ત્વચા પર કાચુ દૂધ અને લીંબૂનો રસ કોટનમાં લઈને ધીરે ધીરે ઘસો. આનાથી ત્વચા પોતાના અસલી રંગમાં આવી જશે પછી પેકનો ઉપયોગ કરો.

- સમય ન હોય તો બદામ, જૈતૂન, તલ કે સરસિયાના તેલથી માલિશ કરીને હલ્કા ગરમ પાણીમાં પલાળીને નીચોવેલા ટોવેલથી ત્વચાને થપથપાવો. આનાથી ત્વચા પર શુષ્ક હવાની અસર નહી થાય અને તે ચિકણી તેમજ મુલાયમ બની રહેશે.


Share this Story:

Follow Webdunia gujarati