Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તડકાથી બચવાનો ઉપાય

તડકાથી બચવાનો ઉપાય
W.D

હવે શિયાળાનો કુમળો તડકો ગાયબ થઈને ઉનાળાના આકરા તડની શરૂઆત થઈ ગઈ છે અને લોકોએ તેનાથી બચવા માટે અનેક ઉપાય અજમાવવાની શરૂઆત કરી દિધી છે. આજકાલ તડકો પણ એટલો બધો તેજ થઈ ગયો છે કે બહાર નીકળતાની સાથે જ તે શરીરને બાળીને ભસ્મ કરી દે તેવો લાગે છે. આમ તો તડકાથી બચવાની પોતાની વ્યવસ્થા હોય છે જેની અંદર હાનિકારક કિરણોથી બચાવ માટે ઘાટા રંગનું પીગમેંટ મિલૈનિન ત્વચાની અંદર વિકસીત થઈ જાય છે.

મિલૈનિનની વધારે પડતી માત્રા એકઠી થવાને કારણે તમારી ત્વચાનો રંગ વધાર પડતો ડાર્ક થઈ જાય છે અને તમે તમારા નેચરલ રંગ કરતાં થોડાક વધારે શ્યામ દેખાવ છો. દરેક જ્ગ્યાએ ગોરી ત્વચાને જ યોગ્ય માનવામાં આવે છે એટલા માટે કંઈક એવું કરવું જોઈએ કે મિલૈનિનને પોતાનું કામ પણ ન કરવું પડે અને ત્વચા પણ સુરક્ષિત રહે.

ખાસ કરીને બપોરના તડકાથી ત્વચાને બચાવવી જોઈએ કેમકે આ સમયે પારજાંબલી કિરણો થોડાક વધારે માત્રામાં નીકળે છે. આના નુકશાનકારક પરિણામોને રોકવા માટે સનસ્ક્રિન લગાવવું ખુબ જ જરૂરી છે. શું તમે જાણો છો સમુદ્રના કિનારે અને બર્ફીલા વિસ્તારોમાં પારજાંબલી કિરણોની તીવ્રતા સૌથી વધારે હોય છે. કેમકે રેત અને બરફ પારજાંબલી કિરણોને પરાવર્તિત કરે છે. તેથી જ્યારે પણ સમુદ્ર કિનારે કે બર્ફીલા વિસ્તારમાં જાવ ત્યારે સનસ્ક્રિન અવશ્ય લગાવી રાખો.

વધારે પડતા પડકામાં રહેવાથી ત્વચાની નમી પણ ઉડી જાય છે એટલા માટે જ્યારે પણ વધારે સમય સુધી બહાર રહેવું પડે ત્યારે ખાસ કરીને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. એવા ક્લીંઝર્સનો ઉપયોગ કરો જે તમારા ચહેરા પરની નમીને વધારે. એલોવેરા અને ચંદનનું તેલ ત્વચાને ખુબ જ રાહત આપનાર છે.

તડકામાં જતા પહેલાં પોતાને સુરક્ષીત કરી લેવાથી ફક્ત ત્વચાનો રંગ અ શ્યામ નથી પડતો પરંતુ તેનાથી કેંસરનું જોખમ પણ ઘટી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati