Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીવનશૈલી અનુસાર હેરસ્ટાઈલ

જીવનશૈલી અનુસાર હેરસ્ટાઈલ
P.R
આજકાલ સ્ટ્રેટ હેર તેમજ સ્ટ્રેટ કટની ફેશન ચાલી રહી છે. પરંતુ તેની સાથે સાથે પર્મ અને લેયર્સની પણ ફેશન ચાલી રહી છે. પિરેમીડ, બ્લંટ કે હેલો તેમજ બોબ પણ આ દિવસોમાં વધારે ચલણમાં છે. હેર કટ હંમેશા પોતાના વાળના પ્રકાર પ્રમાણે અને ફેસ કટના હિસાબે જ કરાવવા જોઈએ.

જો તમારો ચહેરો વધારે લાંબો હોય તો તમે પર્મ અથવા લેયર્સ કપાવી શકો છો. લાંબા ચહેરા પર બ્લંટ કે પિરેમિડ સારા નથી લાગતાં. જો તમે નાના વાળ રાખવા માંગતાં હોય તો ક્લાસીક બોબ કે હેલો સારા લાગે છે.

અંડાકાર ચહેરા પર લોંગ કે શોર્ટ બંને સારા લાગે છે પરંતુ કોનિકલ કે સ્લાંટ હેર કટ વધારે સારા લાગે છે. જો તમારી ગરદન લાંબી હોય અને ફેસ નાનો હોય તો ઈટેલિયન તેમજ શોર્ટ લેયર્સ વધારે સારી લાગે છે. પરંતુ આ પ્રકારના હેર કટ આધુનિક વસ્ત્રોમાં જ સારા લાગે છે. જો તમારો ચહેરો પહોળો કે ચોરસ હોય તો તમારા પર આ રીતની હેર કટ સારી લાગશે જે સ્લાંટ હોય તેમજ તમારી જો બોંસને ઢાંકતી હોય જેથી કરીને તમારો ચહેરો બૈલેસ્ડ લાગે.

જો તમારૂ માથુ નાનુ હોય તો તમારી પર આ રીતની હેર કટ સારી લાગશે જે તમારા માથાને ઢાંકે નહિ. આનાથી વિરુધ્ધ જો તમારૂ માથુ પહોળુ હોય તો તમને ફેસ ફ્રેમ કટ કે ફ્રંટ ફ્રિંસેજ પણ સારી લાગશે.

આમ તો ફેશન એક એવી વસ્તુ છે જે હંમેશા બદલાતી રહે છે. ફેશન અનુસાર હેર કટ કરવાના બદલામાં તમે એવા હેર કટની પસંદગી કરો જે તમારી જીવનશૈલી, તમારા વ્યવસાય, ઋતુ તેમજ તમારા ચહેરાને અનુરૂપ હોય. જેને વધારે પડતાં સેટ કરવાની જરૂરત ન પડે. કોઈ પણ હેર કટ કરાવો તે પહેલા તમે તમારી વિશેષજ્ઞ કે હેર ડ્રેસરની સલાહ અવશ્ય લો. તે તમને તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલીના હિસાબ પ્રમાણે યોગ્ય સલાહ આપશે.

Share this Story:

Follow Webdunia gujarati