Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્લિંઝીલ્ક મિલ્ક કેવું હોવું જોઈએ?

ક્લિંઝીલ્ક મિલ્ક કેવું હોવું જોઈએ?
N.D
દરરોજ ત્વચાની સારસંભાળ માટે ક્લિંઝીલ્ક મિલ્કને એક ફોર્મ્યુલા ન સમજો પરંતુ જ્યારે જ્યારે ત્વચામાં ઓઈલ દેખાય ત્યારે ત્વચાને સાફ કરો અને તાજી બનાવો. એક સારૂ ક્લિંઝર માત્ર ચહેરાને સાફ જ નથી કરતું પરંતુ ત્વચાની મૃત કોષિકાઓને પણ હટાવે છે.

એક સારા ફેશવોશની પસંદગી કરતી વખતે નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો.

* તે માઈલ્ડ હોય.
* નેચરલ પીએચ બેલેંસને જાળવી રાખે.
* સ્કીનનું નરમપણું જાળવી રાખે.
* ડીપ ક્લિંઝીંગ કરે.
* કૃત્રિમ રંગોથી યુક્ત અને ડિઓડરાઈઝ ના હોય.
* એલર્જી ના કરે

આમ તો ફેશ વોશ હર્બલ, ગ્લિસરીન, અરોમા ઓઈલ્સ, ફ્લાવર એક્સટ્રેટ, વિટામીન ઈ તેમજ સી યુક્ત, મેડિકેટેડ બધા જ પ્રકારના હોય છે પરંતુ તમે એવી પસંદગી કરો જે તમારી સ્કીનને અનુરૂપ હોય.

* જો નોર્મલ સ્કીન હોય તો મોઈશ્ચરાઈઝીંગ ફોર્મ્યુલાયુક્ત ક્લિંઝીંગનો પ્રયોગ કરો.

* શુષ્ક ત્વચાની નમી જાળવી રાખવા માટે ઓઈલ કે ગ્લિસરીનયુક્ત ક્રીમી ક્લિંઝીંગ પ્રયોગમાં લો. જો ખીલવાળી ત્વચા હોય તો લીંમડાના બેસ્ડવાળું મેડિકેટેડ કે એંટી એક્ને ક્લિંઝર લો.

* જો તમારી સ્કીન વધારે પડતી સંવેદનશીલ હોય તો સુગંધિત ફોર્મ્યુલાવાળું ક્લિંઝર ન લેશે નહિતર તેનાથી સ્કીનમાં વધારે પડતી ખેંચાવટ અને ખુજલી અનુભવાશે.

* મિક્સ ત્વચા પર માઈલ્ડ મિલ્કી ક્લિંઝરનો ઉપોયોગ કરો.

* સ્કીનને વધારે નરમાશ આપવા માટે વિટામીન ઈ યુક્ત ક્લિંઝરનો પ્રયોગ કરો.

* રિલેક્શેસન માટે એસેંશિયલ ઓઈલ્સવાળા ક્લિંઝર ઉપયોગમાં લો.

* એક્સફોલિએટીંગ ક્લીંઝર ડ્રાઈ તેમજ ફ્લેકી સ્કીન પર પ્રયોગમાં લાવો.

* વધારે પડતાં ઓઈલને લીધે કે પછી ચહેરા પર વધારે પરસેવો થતો હોય તો એંટી બેક્ટેરિયલ કે ઓઈલ ફ્રી ક્લિંઝરનો ઉપયોગ કરો.

Share this Story:

Follow Webdunia gujarati