ભારતમાં ચૂંટણી વિષંક સુધારા લાવવા માટે નિમિત બનાનારી સંસ્થાઓ-એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, નેશનલ ઈલેકશન વોચ અને ગુજરાત ઈલેકશન વોચ તરફથી રાજ્ય ચૂંટણી પંચને તાત્કાલિક અપીલ કરવામાં આવી છે કે, તે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાનારા ઉમેદવારોની એફિડેવિટસ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર મુકે આ સંસ્થાઓ-સંગઠનો તરફથી રાજ્ય ચૂંટણી પંચના ચેરમેન મુખ્ય કમિશર ડો.વરેશ સિંહાને પત્ર લખી જણાવ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની માફક ગુજરાતમાં અત્યારે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ લડી રહેલા તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો તથા તેમના બીડાણ સોગંદનામા તાત્કાલિક 24 કલાકમાં વેબસાઈટ ઉપર મુકવામાં આવે કે જેથી ઉમેદવારોનો ભૂતકાળ, તેમની મિલકતો, તેમની શૈક્ષણિક લાયકાત વિશે મતદારો જાણી શકે, જો ઉમેદવારોનો ભૂતકાળ ગુનાઈત હોય તો મતદારો જાગૃત થાય અને સ્વચ્છ તથા સારી પ્રતિભાવાળા ઉમેદવારો ચૂંટી શકે. સુપ્રીમ કોર્ટે એડીઆર વિધ્ધ કેન્દ્ર સરકારના કેસ અંગે સિમાચિહ્નપે ચુકાદામાં પ્રત્યેક ઉમેદવાર ઉપર લાગેલા ફોજદારી કેસોની વિગતો, તેમની મિલકતો દેવા સંબંધી વિગતો તેમજ તેમની શૈક્ષણિક લાયકાતો ઉપર જાહેર કરવી ફરજિયાત બનાવ્યું હોવાની યાદ પણ રાજ્ય ચૂંટણી પંચને અપાવવામાં આવી છે.
આ સંગઠનો-સંસ્થાઓ તરફથી એવું પણ રાજ્ય ચૂંટણી પંચને જણાવાયું છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં તથા મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ઈલેકશન વોચની રજૂઆતોને પગલે મતદારોના લાભાર્થે ઉમેદવારોના સોગંદનામા વેબસાઈટ ઉપર મુકાયા હતા. આ સંસ્થાઓ-સંગઠનો સાથે દેશના 1200 જેટલા નાગરિકો સંગઠનો જોડાયેલા છે.