Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંચાયતોની ચૂંટણીમાં અપક્ષોનો રાફડો: કુલ 2978 ઉમેદવારો

પંચાયતોની ચૂંટણીમાં અપક્ષોનો રાફડો:
, બુધવાર, 18 નવેમ્બર 2015 (14:33 IST)
આગામી તા.29 નવેમ્બરના રવિવારે યોજાનારી 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે અને અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. પંચાયતોની ચૂંટણીમાં કુલ 2978 અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
 
પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ તા.16ને સોમવારનો હતો. સમગ્ર રાજ્યમાંથી માહિતી ઉપલબ્ધ કરવામાં ચૂંટણીપંચને પુરા 48 કલાકનો સમય લાગ્યો હતો અને ગઈકાલે મોડીરાત્રે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે.
 
રાજ્ય ચૂંટણીપંચના સચિવ મહેશ જોશીએ કરેલી જાહેરાત મુજબ 31 જિલ્લા પંચાયતો માટે મન્ય 2727 ઉમેદવારીપત્રોમાંથી 235 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે. ત્યારબાદ હરિફાઈમાં રહેલ ઉમેદવારોની વિગતો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના 987, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 985, અન્ય 212, અપક્ષ 301 અને 7 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
 
230 તાલુકા પંચાયતોની યોજાનાર સામાન્ય ચૂંટણીઓમાં કુલ 12,476 ઉમેદવારીપત્રો માન્ય ઠયર્િ હતા. તેમાંથી 756 ઉમેદવારીપત્રો પાછા ખષંચાયા છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના 4716, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 4697, અન્ય 657, અપક્ષ 1595 હરિફાઈમાં રહેલ છે. જ્યારે 54 ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલ છે.
 
56 નગરપાલિકાઓની યોજાનાર ચૂંટણીઓ માટે 5803 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા તેમાંથી 484 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે. આ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ભારતીય જનતા પાર્ટીના 1945, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 1801 અન્ય 68 તથા 1082 અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે 27 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati