Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંતિમ પ્રયાસોઃ રવિવારે મતદાન

અંતિમ પ્રયાસોઃ રવિવારે મતદાન
અમદાવાદ: , શનિવાર, 28 નવેમ્બર 2015 (15:05 IST)
રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે તમામ ઉમેદવારો છેલ્લાં દિવસે અંતિમ પ્રયાસરૂપે મતદારોને મનાવવા એડીચોટીનું જોર લગાવી ખાનગી પ્રચાર કરશે. હાલ બંને મુખ્ય પક્ષના ઉમેદવારો તેમજ પક્ષના અગ્રણીઓ અને કાર્યક્રરો તેમના પક્ષ તરફી વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.
શુક્રવારે સાંજે પાંચ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ રવિવારે થનારા મતદાન અગાઉ શનિવારે મોડી રાત સુધી વિવિધ તાલુકા અને જિલ્લા તેમજ નગરપાલિકાની બેઠકો હેઠળ આવતા તમામ મત વિસ્તારોમાં જે તે ઉમેદવારો અંતિમ ઘડીના પ્રયાસરૃપે મતદારોને સમજાવવા કે તેમને વિવિધ બાબતોથી આકર્ષવા અવનવી તરકીબો અજમાવશે. જાહેર પ્રચાર બંધ થઈ ગયા બાદ ઉમેદવારો વિવિધ ગ્રામ્ય અને તાલુકા કક્ષાના મતદારોનો ખાનગીમાં સંપર્ક કરી તેમને મનાવવાના આખરી પ્રયાસો કરશે.

આગામી રવિવારે રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત તેમજ ૫૬ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે. ત્યારે વિવિધ લોભામણી જાહેરાતો તેમજ અન્ય પ્રકારના વાયદાઓ થકી મતદારોને આકર્ષવાના જે તે ઉમેદવારો પ્રયાસો કરી રહ્યા છે. આજે તમામ ઉમેદવારો માટે મતદારોેેને મનાવવાનો અંતિમ દિવસ હોવાથી તેઓ દ્વારા અંતિમ કલાકોમાં પૂરજોશમાં ખાનગી પ્રચાર કરવામાં આવશે. બીજા અર્થમાં આવતીકાલની રાત ઉમેદવારો માટે કતલની રાત સમાન બની રહેશે. શનિવારે મોડી રાત સુધી તમામ ઉમેદવારો મતદારોને લોભાવવાની વિવિધ તરકીબો અજમાવી શક્ય તેટલો ખાનગીમાં પ્રચાર કરશે.  હાલ ગામડાઓમાં નાસ્તા, ચા-પાણી તેમજ જમણવારનો દોર ચાલી રહ્યો છે. જેમાં જે તે પક્ષ તરફથી મતદારોને આ પ્રકારની લોભામણી ઓફરો કરી તેઓને તેમના તરફી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati