Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ - સૌ પ્રથમ સ્ત્રીઓ માટેની બેઠકનું પરિણામ જાહેર કરાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ - સૌ પ્રથમ સ્ત્રીઓ માટેની બેઠકનું પરિણામ જાહેર કરાશે
, મંગળવાર, 1 ડિસેમ્બર 2015 (10:53 IST)
રાજયની મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના તા. ૨જી ડિસેમ્બરના રોજ જાહેર થતા પરિણામ પૂર્વ રાજય ચૂંટણી આયોગે પરિણામ જાહેર કરવાની બાબતમાં કેટલાક સુધારા જાહેર કર્યા છે. જે મુજબ ચૂંટણી અધિકારી દ્વારા સૌ પ્રથમ સ્ત્રીઓ માટેની બેઠકનું પરિણામ જાહેર કરવાનું રહેશે.
 
   બે સ્ત્રી અનામત બેઠકો પૈકી પ્રથમ બેઠક અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિ - પછાતવર્ગની સ્ત્રીઓ માટેની બેઠકનું આ વર્ગ માટેની બેઠક ભરવા માટે લાયકાત ધરાવતી સ્ત્રીઓ પૈકી જે સ્ત્રી ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હોય તેને ચૂંટાયેલા જાહેર કરવાના થશે અને પરિણામ જાહેર કરવાનું રહેશે અને ત્યારબાદ બાકી રહેતા ઉમેદવારો (ચૂંટાયેલા જાહેર થયેલ સિવાયના) પૈકી બીજી બેઠકની સ્ત્રી અનામત બેઠકનું આ બેઠક ભરવા માટે લાયકાત ધરાવતી સ્ત્રી ઉમેદવારો પૈકી જે સ્ત્રી ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હોય તેને ચૂંટાયેલા જાહેર કરી પરિણામ જાહેર કરવાનુ રહેશે. ત્યારબાદ બાકી રહેતા ઉમેદવારો પૈકી ત્રીજી બેઠક એટલે કે અનુસુચિત જાતિ અનુસૂચિત આદિજાતિ પછાતવર્ગ સમાન્ય બેઠક માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર પૈકી જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હોય તેને ચૂંટાયેલા જાહેર કરવાના થશે. ત્યારબાદ બાકી રહેતા ઉમેદવારો પૈકી જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હોય તેને ચોથી બેઠક માટે ચૂંટાયેલા જાહેર કરી પરિણામ જાહેર કરવાનું રહેશે. પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા મુજબ ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો ૨૦૧૫ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જે મુજબ મહાનગરપાલિકા નગરપાલિકા જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીના નિયમોમાં સુધારા કરવામાં આવેલ છે. અન્ને ઉલ્લેખનીય છે કે, આ સુધારા નિયમોથી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ૧૯૯૪ના નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે.સુધારા નિયમમાં મહાનગરપાલિકાના કિસ્સામાં નિયમ ૬૪ અને નગરપાલિકાના કિસ્સામાં નિયમ ૬૩માં પરિણામ જાહેર કરવા અંગેના નિયમોમાં  સુધારો કરવામાં આવેલ છે. આ અંગે જિલ્લા કક્ષાએથી તા. ૨૮મી નવેમ્બર ૨૦૧૫ની આયોગની વિડિયો કોન્ફરન્સમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે પરિણામ જાહેર કરવા બાબતે નિયમમાં સ્પષ્ટતા થતી ન હોવાનું જણાવી, માર્ગદર્શન માંગવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati