Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ - તા.2જી ડીસેમ્બરે મતગણતરી

ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ -  તા.2જી ડીસેમ્બરે મતગણતરી
, સોમવાર, 23 નવેમ્બર 2015 (16:01 IST)
રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ગઈકાલે સંપન્ન થયા બાદ હવે આ 6 મહાનગરોમાં ભાજપનો  કેસરીયો લહેરાશે કે કોંગ્રેસનો પંજો ફરી વળશે ? હાલ છએ છ મહાનગરપાલિકામાં  ભાજપનું  શાસન છે. ભાજપ પોતાનો દબદબો આ ચૂંટણીમાં જાળવી રાખશે કે કોંગ્રેસ  ભાજપના ગઢમાં ગાબડા પાડશે ? તેવા સવાલો સમગ્ર રાજ્યમાં હોટ ઈસ્યુ સમાન બની ગયા છે.
 
ભાજપ જો એક પણ મહાનગરપાલિકામાં શાસન ગુમાવે તો તેમના માટે ‘નુકસાની’ છે અને જો કોંગ્રેસ એકાદ મહાનગરપાલિકામાં સત્તારૂઢ બને તો તેના માટે તો ‘વકરો તેટલો નફો’ જેવું વાતાવરણ છે. આગામી તા.2 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તા.2 ડિસેમ્બરના સાંજ સુધીમાં તમામ અનુમાન, અટકળ પર પરદો પડી જશે.
 
મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં હજારો મતદારોના નામ ગાયબ થયાની અને મતદાર યાદીમાં હજારો વોટર્સના નામની સામે ડિલીટ’ના સીકકા મારી દેવાયાની વ્યાપક ફરિયાદો સમગ્ર રાજ્યમાંથી ઉઠવા પામી છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચે તેમ જણાઈ રહ્યું છે.
webdunia
મહાનગરપાલિકાઓની આ ચૂંટણીમાં રાજકોટ, ભાવનગર, જામનગર સહિત અનેક સ્થળોએ ગત ચૂંટણીની સરખામણીએ તદાનની ટકાવારીમાં વધારો થયો છે. પાટીદાર મતદારોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં વધુ મતદાન થયું છે. કોંગ્રેસ આ બાબતને  ભાજપની  વિરુદ્ધમાં ગણાવે છે તો બીજી બાજુ ભાજપ વધુ મતદાનને વિકાસના મુદ્દે થયેલું મતદાન ગણાવી પોતાની તરફેણની બાબત ગણાવે છે. ભાજપ-કોંગ્રેસના આગેવાનો હાલ પોતપોતાના વિજયના દાવા કરી રહ્યા છે પરંતુ આમાંથી કોના દાવા સાચા છે અને કોના પોકળ છે તેનો ખ્યાલ તા.2 ડિસેમ્બરના આવી જશે.
 
ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ અમદાવાદમાં 44.11, સુરતમાં 39.64, વડોદરામાં 48.62, જામનગરમાં 6.96, રાજકોટમાં 49.53 ને ભાવનગરમાં 47.44 ટકા મતદાન થયું છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 44.68 ટકા મતદાન થયું છે. કુલ સરેરાશ 44.67 ટકા મતદાન, પુષોનું 48.15 ટકા અને મહિલાઓનું 40.71 ટકા મતદાન રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ટણીમાં પ્રથમ વખત મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવેલ છે આમ છતાં મતદાનમાં આ વખતે પણ મહિલાઓ વધુ ઉદાસીન રહી હોવાનું જણાઈ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati