Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

6 મહાનગરોની ચૂંટણી પૂર્વે સીઆરપીએફની 70 કંપનીનું આગમન

6 મહાનગરોની ચૂંટણી
, શુક્રવાર, 20 નવેમ્બર 2015 (17:07 IST)
આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસિથતિને પહોંચી વળવા રાજ્ય ચૂંટણી આયોગ અને જે તે જિલ્લા વહીવટીતંત્રે કરેલી તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. આજે રાજ્ય ચૂંટણી કમિશનર ડો.વરેશ સિંહાના અધ્યક્ષસ્થાને રાજ્યના અધિકા મુખ્ય સચિવ ગૃહ વિભાગ તથા પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાનાર ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે લેવાઈ રહેલા પગલાંની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં વિસ્તૃત ચચર્-િવિચારણા કરવામાં આવી હતી.
 
આ બેઠકમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને લેવાઈ રહેલા પગલાં અંગે સંપૂર્ણ સંતોષ વ્યકત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા બહારથી મંગાવેલ કુલ 110 સુરક્ષા કંપ્નીઓમાંથી મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલાં 50 સીએપીએફની કંપ્નીઓ આવી ગઈ છે. 20 કંપ્નીઓ આવી રહી છે. જ્યારે બીજા તબકકાના મતદાન પહેલાં વધારાની કંપ્નીઓ ઉપલબ્ધ થશે. ફાળવવામાં આવેલ પોલીસ ફોર્સની વિગતે જે તે મત વિસ્તારમાં ડિપ્લોયમેન્ટ માટે એરીયા ડોમીનેશ માટે અને સંવેદનશીલ વિસ્તારો અને સંવેદનશીલ મતદાન મથકો બિલ્ડિંગો ખાતે પુરતો બંદોબસ્ત મુકવા અંગેની બાબતોનું આયોજન કરવામાં આવેલ હતું.
 
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને લેવાઈ રહેલા પગલાંની સમીક્ષા કરવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અઠવાડિક સમીક્ષા બેઠક યોજાતી હોય છે તે અંતર્ગત આજે આ બેઠક યોજાઈ હતી. રાજ્યમાં અતિસંવેદનશીલ, સંવેદનશીલ અને સામાન્ય બૂથ અંગે માહિતી આપતા ડો.સિંહાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મતદાન મથકોના 2769 બિલ્ડિંગો અતિસંવેદનશીલ, 5271 બિલ્ડિંગો સંવેદનશીલ છે. તેમાંથી અતિસંવેદનશીલ બૂથના લોકેશન્સ/બિલ્ડિંગો પર અને સંવેદનશીલ જણાયેલ સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતીના પગલાં લેવામાં આવશે અને જર મુજબ એસઆરપી સહિત આર્મ્ડ પોલીસ ફોર્સ તહેનાત થશે. રાજ્યમાં એસઆરપીની 117 કંપ્નીઓ ઉપસ્થિત છે.
 
3 મહિલા કંપ્ની સહિત ઉપલબ્ધ થનાર કંપ્નીઓ પૈકી રાજ્યમાં આવી પહોંચેલા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની કંપ્નીઓમાંથી 14 અમદાવાદ, 14 સુરત, 7 વડોદરા, 6 રાજકોટ, 1 ભાવનગર અને 1 જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે બાકીની કંપ્નીઓ ચૂંટણીઓ પહેલાં જરિયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવશે.
 
તે રીતે તા.22-11-2015ના મહાનગરપાલિકાના મતદાન પછી તા.29-11-2015ના રોજ બીજા તબકકાના મતદાન માટે સંબંધિત તમામ વિસ્તોમાં જે તે જિલ્લાની જરિયાત મુજબનો ફોર્સ ઉપલબ્ધ થશે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે લેવાઈ રહેલા પગલાં અંતર્ગત 4,27599 વાહનોનું ચેકિંગ કરાયું છે. 41114 હથિયાર જમા/કબજે લેવાયા છે. જ્યારે 72342 વ્યક્તિઓ સામે પ્રતિબંધક પગલાં લેવામાં આવેલ છે. આમ, અગમચેતીના તમામ પગલાંઓ પોલીસતંત્ર તરફથી હાથ ધરાયા છે.
 
આયોગના સચિવ મહેશ જોશીએ જિલ્લાવાર તૈયાર થયેલ પોલીસ ફોર્સ અને સીએપીએફના ડિપ્લોયમેન્ટ પ્લાન અને જિલ્લાઓની જરિયાતો રજૂ કરી હતી.
 
આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે. તનેજા, ડીજી પી.સી. ઠાકુર,, પી.પી. પાંડે, ડીજીપી ઈન્ટેલીજન્સ પ્રમોદકુમાર તથા આઈજીપી લો એન્ડ ઓર્ડર મનોજ અગ્રવાલ તથા રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati