મહાનગરપાલિકાનીચૂંંટણી બાદ ચાંદખેડા, સાબરમતી, રાણીપ જેવા કેટલાક વોર્ડની મતગણતરીમાં છબરડા હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડામાં વિજેતા જાહેર કરાયેલા કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબહેન કેસરી કરતાં પણ વધુ મેળવવા છતાં ભાજપ્ના ભાનીતાબહેન પટેલને પરાજિત જાહેર કરાયા છે. સમગ્ર પ્રકરણમાં એક તરફ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરાઈ છે તો બીજી તરફ કેટલાક ઉમેદવારો કોર્ટ સુધી પહોંચ્યા હોવાની જાણવા મળ્યું છે.
ગત 22મીએ થયેલી મતગણતરી દરમિયાન ચાંદખેડા વોર્ડના છેલ્લા રાઉન્ડમાં પ્રત્યેક ઉમેદવારને મળેલા મતોની ગણતરીમાં ભૂલો સામે આવી છે. છેલ્લા રાઉન્ડમાં ક્ષતિ થયાનું ધ્યાને આવ્યું છે ત્યારે સ્મોલ કોઝ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
માત્ર છેલ્લા રાઉન્ડમાં કેમ ગરબડ થઈ?
મહાનગરપાલિકાનીચૂંટણીમાં 1થી 7 નંબરના રાઉન્ડ સુધીની મતગણતરીમાં કોઈ છબરડો નથી. કેટલાક કિસ્સામાં માત્ર આઠમા રાઉન્ડમાં મતગણતરીમાં ક્ષતિ સર્જાઈ છે. સામાન્ય રીતે 14 ટેબલ પર બેસીને મતની ગણતરી કરાતી હોય છે. 14 ટેબલ પર ઇવીએમ પર આવેલા મતો આર.ઓ.ને લખાવાય છે. જોકે કિસ્સાઓમાં આઠમા રાઉન્ડમાં માત્ર 7 ટેબલના મતોની ગણતરી કરાઈ છે. રહસ્યમય કારણોસર બાકીના 7 ટેબલની ગણતરી કરાઈ નથી. છેલ્લા રાઉન્ડ બાદ સરવાળો બોલાતાં હારેલા ઉમેદવાર અને ટેકેદારો ચાલ્યા જતા હોય છે જ્યારે જીતના ઉન્માદમાં વિજેતા ઉમેદવાર તેને મળેલા મતોની રાઉન્ડવાઇઝ શીટ લેવાનું ચૂકી જતા હોય છે. આથી છબરડા બહાર આવતા નથી.
હાલ કંઈપણ કહી શકાય નહીં
ચાંદખેડાનીઘટના બાબતે કલેક્ટર રાજકુમાર બેનીવાલને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, બાબત હાલમાં ન્યાયિક અદાલતમાં છે ત્યારે હાલ કંઈ કહી શકાય નહીં.
ચાંદખેડા : ભાનીતા પટેલને મળ્યા 2042 મત, દશર્વ્યિા માત્ર 995
ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી અનુસાર ચાંદખેડામાં ભાનીતા પટેલને આઠમા રાઉન્ડને અંતે 995 મત જ્યારે રાજશ્રીબહેન કેસરીને 458 મત મળ્યાનું દશર્વિાયું છે. જોકે, આઠમા રાઉન્ડના તમામ મતોની ગણતરી કરાય તો ભાનીતાબહેનને 2042 મત મળ્યા છે જ્યારે રાજશ્રીબહેનને 991 મત મળ્યા છે. બંનેના કુલ મત વચ્ચેનો તફાવત માત્ર 659નો હતો. ભાનીતાબહેનના નહીં ગણાયેલા 1047 મત ઉમેરવામાં આવે તો તેમને વિજેતા જાહેર કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સાબરમતી: ઓછા મત ગણાયા
સાબરમતીવોર્ડમાં પણ આઠમા રાઉન્ડમાં કુુસુમબહેન ગુપ્તાને 862 મત મળ્યાનું દશર્વ્યિું છે. ખરેખર તેમને 1791 મત મળ્યા છે. તે રીતે તેમના પ્રતિસ્પર્ધી કાશ્મીરાબહેન શાહને 1079 મત મળ્યાનું દશર્વ્યિું છે, હકીકતમાં 1728 મત મળ્યા છે. અન્ય ઉમેદવારોના મતોમાં પણ મોટો તફાવત છે.