rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ચૂંટણી - મોબાઇલ ઇન્ટરનેટ બંઘ કરવાની વિચારણા

ગુજરાત ચૂંટણી
અમદાવાદ , શનિવાર, 21 નવેમ્બર 2015 (16:49 IST)
અત્‍યારે ચૂંટણી તંત્રના તાબામાં રહેલી પોલીસ મતદાનના દિવસે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. આ કારણે પોલીસે મતદાન દરમિયાન માહોલ ડહોળાય તો મોબાઈલ ફોનમાં ઈન્‍ટરનેટ ફરી બંધ કરવા સુધીની વિચારણા કરી રાખી છે. પોલીસ સૂત્રો કહે છે કે, મોબાઈલ નેટ બંધ કરવા માટે અત્‍યારે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ મતદાનના સમયગાળામાં ટોળાંશાહી કરવામાં આવે તેવી ભીતિ છે. આ સંજોગોમાં ટોળાંશાહી સર્જાય અને અફવાની સ્‍થિતિ સર્જવામાં આવે તો તાબડતોબ ઈન્‍ટરનેટ બંધ કરવા સુધીની તૈયારી પોલીસે રાખી છે.

   ગત ૨૫ ઓગસ્‍ટે અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન અંતર્ગત મહારેલી બાદ સર્જાયેલી તોફાનની સ્‍થિતિ વકરી તે માટે મોબાઈલ ઈન્‍ટરનેટનો દુરુપયોગ કારણભૂત હોવાનું જણાઈ આવ્‍યું હતું. હાર્દિક આણિ મંડળીના સોશિયલ મીડિયાના આ (દૂર)ઉપયોગથી સામાન્‍ય પ્રજાજનોએ મોબાઈલ ફોન ઉપર ઈન્‍ટરનેટ બંધ થતાં હાલાકીમાંથી પસાર થવું પડયું હતું. ચૂંટણીઓ જાહેર થઈ છે અને હાર્દિક પટેલ કસ્‍ટડીમાં છે. આ સંજોગોમાં પાટીદારોએ આદરેલું શીતયુદ્ધ ચૂંટણીઓમાં ભાજપ માટે ચિંતાનું કારણ બની ચૂક્‍યું છે.

   પખવાડિયાથી ભાજપ વિરોધી માહોલ છે ત્‍યારે રવિવારે મતદાન દરમિયાન શું પરિસ્‍થિતિ સર્જાશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. પોલીસને આશંકા છે કે, મતદાન કરાવવા કે રોકાવવા માટે અમુક ટોળાં મતદાનનો માહોલ બગડે તેવી સ્‍થિતિ સર્જવા સોશિયલ મીડિયાનો દુરુપયોગ થાય તો મોબાઈલ ઈન્‍ટરનેટ ઉપર થોડા કલાકોનો પ્રતિબંધ મુકવા સુધીની તૈયારીઓ હોવાનું પોલીસ સૂત્રો કહે છે. સૂત્રો સ્‍પષ્ટ રીતે કહે છે કે, ચૂંટણી તંત્રના નિયમો અંતર્ગત પ્રચાર પડઘમ શાંત થયા પછી સોશિયલ મીડિયાથી વનટુવન પ્રચાર ઉપર પ્રતિબંધ અંગે કોઈ સ્‍પષ્ટતા નથી. આથી, મોબાઈલ ફોન ઉપર ઈન્‍ટરનેટ બંધ કરવાની હાલ પૂરતી કોઈ જ જરૂરિયાત જણાતી નથી. પરંતુ, મતદાન દરમિયાન કોઈ તત્‍વો માહોલ બગાડવા માટે વોટ્‍સ એપ, મેસેજીસ કરે તો આ કાર્યવાહી થઈ શકે છે. સાથોસાથ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચના સાયબર સેલને આવા તત્‍વો ઉપર નજર રાખવા સતર્ક કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati