rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી સંદર્ભે 3445 સામે અટકાયતી પગલાં: કલેકટર

ચૂંટણી સંદર્ભે 3445 સામે અટકાયતી પગલાં
, શુક્રવાર, 20 નવેમ્બર 2015 (16:53 IST)
આગામી તા.22ના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં પુરી થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર મનિષા ચંદ્રાએ શહેર અને જિલ્લામાં કુલ 3445 શખસો સામે અટકાયતી ધારા હેઠળ પગલાં લીધા હોવાની જાહેરાત આજે પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.
 
મ્યુનિસિપલ કોર્પોરેશનની અને જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે માહિતી આપવા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં કલેકટર મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના 18 વોર્ડની 72 બેઠક માટે યોજાનારી આ ચૂંટણીમાં 1168 મતદાર મથકો રાખવામાં આવ્યા છે. મતદારોની કુલ સંખ્યા 885700 છે.
ચૂંટણી સંદર્ભે ગોઠવાયેલી વ્યવસ્થાની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ્ના 72, કોંગ્રેસના 72, અન્ય 72 અને અપક્ષ 30 મળી કુલ 246 ઉમેદવારો છે. ઈ-વોટિંગ માટે કુલ 1936નું રજિસ્ટ્રેશન થયું હતું તે પૈકી 674 મતદારોનું ફિઝિકલ વેરિફિકેશન શકય બન્યું છે અને 1262નું રજિસ્ટ્રેશન રદ કરાયું છે. 674માંથી માત્ર એક મતદારે પોતે ઘેર બેઠા મત આપવા ઈચ્છતા નથી અને ઈ-પોલીંગ સ્ટેશનમાં આવીને મત આપવા માગે છે તેવી ઈચ્છા વ્યકત કરતાં તેમના માટે ખાસ ઈ-વોટિંગ સ્ટેશન ઉભું કરવામાં આવશે. મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 3750 બેલેટ યુનિટ (બી.યુ.) અને 1685 ક્ધટ્રોલિંગ યુનિટ (સી.યુ.)નો ઉપયોગ કરવામાં આવશે.
 
રાજકોટ શહેરના કુલ 1168 મતદાન મથકમાંથી 324 સંવેદનશીલ અને 253 અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. તમામ મતદાન મથકોએ પુરતા પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોએ વધારાના પોલીસ-એસઆરપીની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
કલેકટર મનિષા ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, કુલ 3445 શખસો સામે અટકાયતી ધારા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે જેમાં રાજકોટ શહેરી વિસ્તારમાં ત્રણ શખસોને પાસા હેઠળ જેલમાં મોકલી દેવાયા છે. શહેર-જિલ્લામાં કુલ 26ને તડીપાર કરાયા છે. 359 સામે પ્રોહિબિશનના ગુના દાખલ કરાયા છે અને અન્ય સામે સીઆરપીસી એકટની કલમ-107, 116 (3), 109, 110 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. 
 
મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં 4722 અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ પૈકી 10 ટકા જેટલો સ્ટાફ ખાનગી કોલેજો સહિતની સંસ્થાઓમાંથી લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ઈલેકશન ઓબ્ઝર્વર તરીકે એસ.બી. રાવલ (આઈએએસ)ની નિમણૂક કરવામાં આવી છે અને તે શનિવારે આવી જશે.
ખર્ચના મુદ્દે બોલતા કલેકટરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં ા.4 લાખ, જિલ્લા પંચાયતમાં પિયા અઢી લાખ અને તાલુકા પંચાયતમાં ા.1.50 લાખ સુધીની મયર્દિા નકકી કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે કલેકટર દ્વારા અત્યાર સુધીમાં અલગ-અલગ પ્રકારના કુલ 14 જાહેરનામા પ્રસિધ્ધ કરાયા છે.
 
પત્રકારો સાથેની વાતચીત વખતે પ્રાંત અધિકારી પી.એમ. ડોબરિયા, જે.કે. પટેલ, પુરવઠા અધિકારી જીજ્ઞાસાબેન ગઢવી, નાયબ જિલ્લા અધિકારી ચેતનભાઈ ગાંધી, ચૂંટણી વિભાગના વડા અતુલભાઈ મહેતા, પુરવઠા ઈન્સ્પેકટરો પરસાણીયા, રાદડિયા, ડોબરિયા, રાહલભાઈ ત્રિવેદી સહિતનાઓ હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati