Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચૂંટણી - રાજબબ્બર કોંગ્રેસ માટે પ્રચાર કરશે

ગુજરાત સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચૂંટણી
વડોદરા, , સોમવાર, 16 નવેમ્બર 2015 (10:54 IST)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અભિનેતા રાજ બબ્‍બર દ્વારા ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરવામાં આવે તેવી શક્‍યતા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં છ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ૨૨મી નવેમ્‍બરના દિવસે યોજાનાર છે. આવી સ્‍થિતિમાં રાજ બબ્‍બર આક્રમક ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત થનાર છે. મળેલી માહિતી મુજબ રાજ બબ્‍બર વડોદરા અને સુરતમાં ૧૮મી નવેમ્‍બરના દિવસે કોંગ્રેસ માટે પ્રચાર કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે આ મુજબની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ બબ્‍બર ઉત્તરાખંડમાંથી રાજ્‍યસભાના સભ્‍ય તરીકે છે. સોલંકીએ કહ્યું હતું કે, રાજ બબ્‍બર સવારમાં વડોદરામાં ચૂંટણી સભાને સંબોધશે જ્‍યારે સુરતમાં પણ બપોરમાં જાહેરસભા કરશે. રાજ બબ્‍બરના કાર્યક્રમોને આખરી ઓપ આપવાની કવાયત ચાલી રહી છે. પ્રચાર દરમિયાન રાજ બબ્‍બરની સાથે ભરતસિંહ સોલંકી પણ રહે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જારી કર્યો નથી.

ભાજપે પણ ચૂંટણી ઢંઢેરો જારી કર્યો નથી. ખુબ જ ઓછા દિવસ રહ્યા છે ત્‍યારે ચૂંટણી ઢંઢેરાને  લઇને પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મથામણ ચાલી રહી છે. લોકલક્ષી મુદ્દાઓને આવરી લેવા માટે બંને પાર્ટીઓ તૈયાર દેખાઈ રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati