Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક કોર્પોરેટર દીઠ એક વોર્ડની માંગણી કરતી પિટીશન પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે

એક કોર્પોરેટર દીઠ એક વોર્ડની માંગણી કરતી પિટીશન પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે
નવી દિલ્‍હી , મંગળવાર, 24 નવેમ્બર 2015 (10:44 IST)
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટેનું મતદાન ગઇકાલે રાજય ચૂંટણી પંચ પરના ગંભીર આક્ષેપો વચ્‍ચે પુર્ણ થતા રાજકીય પક્ષોએ હાલ પુરતો હાશકારો અનુભવ્‍યો છે. જો કે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું ભાવિ સુપ્રિમ કોર્ટ પર નિર્ભર છે. મહાનગરપાલિકામાં એક વોર્ડ દીઠ એક કોર્પોરેટર હોવો જોઇએ તેવી માંગણી કરતી પિટીશન પર સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે તા.ર૪ નવેમ્‍બરના રોજ અંતિમ સુનાવણી છે. સુપ્રિમ કોર્ટ જો એક વોર્ડ એક કોર્પોરેટરની માંગણી સ્‍વીકારે તો મહાનગરપાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા રદ થાય તેવી શકયતા છે. જો કે સુપ્રિમ કોર્ટે હાલની ચૂંટણી કોર્ટે હાલની ચૂંટણી પ્રક્રિયાને રદ ન કરીને એક વોર્ડ એક કોર્પોરેટરને અમલ ર૦ર૦ની ચૂંટણીમાં કરવાનો પણ આદેશ આપી શકે છે.
 
   અમદાવાદ કોર્પોરેશન સહિત રાજયની છ કોર્પોરેશનમાં ચૂંટણી પ્રક્રિયા પુર્ણથઇ છે. આ ચૂંટણી સમયસર યોજાશે કેમ ? તે અંગે પણ અનેક પ્રકારના તર્ક-વિતર્કો ઉઠયા હતા તેમજ રાજકીય માહોલ એક પ્રકાર અસ્‍પષ્‍ટ હતો. ચૂંટણી પર સ્‍ટે મુકવા માટે છેક સુપ્રિમ કોર્ટ સુધી અપીલ કરાઇ હતી. જો કે મતદારોની ઉદાસીનતાની વચ્‍ચે ગઇકાલે ચૂંટણી પ્રક્રિયા આટોપાઇ જતા રાજકીય પક્ષોએ હાલ પુરતો હાશકારો અનુભવ્‍યો છે પરંતુ આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં એક વોર્ડમાં એક કોર્પોરેટર પદે અંતિમ સુનાવણી યોજાશે.
 
 ગુજરાતના કોર્પોરેશનોમાં રાજકીય લાભ લેવા માટે એક વોર્ડ એક કોર્પોરેટરની વ્‍યવસ્‍થા ઉભી કરાઇ છે. જેના કારણે કોર્પોરેટરોની જવાબદારી નક્કી કરવી મુશ્‍કેલ બને છે એટલુ જ નહી સ્‍થાનિક રહેવાસીઓએ કયા કોર્પોરેટર પાસે જઇ પોતાની રજુઆત કરવી તેની પણ સમસ્‍યા ઉદ્દભવે છે. જેના કારણે ગુજરાતમાં પણ એક વોર્ડ એક કોર્પોરેટરની પ્રથા લાગુ કરવી જોઇએ. આની સાથે-સાથે સુપ્રિમમાં મામલો વિચારાધીન હોવા છતાં રાય ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતા અરજદારોએ કોર્પોરેશનની ચૂંટણી તા.રર નવેમ્‍બરે યોજાનારી ચૂંટણી પર સ્‍ટે આપવા માંગણી કરી હતી.
 
  24  નવેમ્‍બરે એક વોર્ડ એક કોર્પોરેટર મામલે સુનાવણી હાથ ધરાશે અને જો તેમાં એક વોર્ડ એક કોર્પોરેટરની તરફેણમાં ચુકાદો આવશે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ ગણાશે અને ફરીથી ચૂંટણી યોજવી પડશે.    એટલે ગઇકાલે ચૂંટણી ભલે યોજાઇ ગઇ હોય તેમ છતાં પણ રાજકીય પક્ષો સહિત તમામની નજર આવતીકાલના સુપ્રિમ કોર્ટના ચુકાદા પર છે.

Share this Story:

Follow Webdunia gujarati