Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં છ કોર્પોરેશનોની ચૂટણીમાં સરેરાસ 47.79 ટકા મતદાન

ગુજરાતમાં છ કોર્પોરેશનોની ચૂટણીમાં સરેરાસ 47.79 ટકા મતદાન
, સોમવાર, 23 નવેમ્બર 2015 (10:06 IST)
ગુજરાતમાં છ કોર્પોરેશનોની ચૂટણીમાં સરેરાસ 47.79 ટકા મતદાન થયું છે, તેઆ સૌથી ઓછું સુરતમાં 39.63% મતદાન થયુ.. વર્ષ ૨૦૧૦માં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૬૮ ટકા મતદાન થયું હતું. રવિવારે તેમાં આશરે બે ટકાના વધારા સાથે સરેરાશ ૪૮ ટકા મતદાન રહ્યુ હોવાનું ચૂંટણી પંચે સ્વીકાર્યુ છે. જાણો ક્યા કેટલુ મતદાન થયુ 
 
    જામનગરમાં 47.94%,
    ભાવનગરમાં 47.44%,
    સુરતમાં 39.63 %,
    વડોદરામાં 46.28%,
    અમદાવાદ:43.96%
બિહારમાં ભાજપના સફાયા પછી દેશભરનું ધ્યાન જેના ઉપર છે તે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પહેલા તબક્કે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ ૪૮ ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત સેંકડો મતદારો, આખેઆખી સોસાયટીઓના નામો રદ્દ કરી નાખ્યાના હોબાળા વચ્ચે આ ચૂંટણીમાં રાજ્ય ચૂંટણીપંચની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી નામો કમી થઇ જવાના કારણે અરાજકતાનો માહોલ સર્જાતા વિપક્ષ કોંગ્રેસ સહિત પાટીદારો અને અન્ય મતદારોએ ચૂંટણીપંચની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા.
 
ચૂસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મોહાલમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૭૨ બેઠકો માટે સંપન્ન થયેલા મતદાનમાં ૧,૮૫૬ ઉમેદવારોનુ ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જે ૨જી ડિસેમ્બરે યોજાનારી મતગણતરીમાં સ્પષ્ટ થશે. બીજા તબક્કે આગામી રવિવારે ૨૯મી નવેમ્બરના રોજ ૩૧ જિલ્લા, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓમાં મતદાન યોજનાર છે.

Share this Story:

Follow Webdunia gujarati