દેશનાં છેલ્લાં પાંચ વર્ષમાં ઉદપન્ન થયેલ રોજગારીની તકોમાંથી 55 ટકા રોજગાર ગુજરાતમાં ઉદપન્ન થયેલી છે.
વાળાએ ગૃહમાં કેન્દ્રનાં શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાને ટાંકીને જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ગુજરાતમાં રોજગારી ઉદપન્ન કરવામાં પ્રથમ નંબરે રહ્યું છે. જે સાબિત કરે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યનો વિકાસ બરાબર થઈ રહ્યો છે.
તેમજ આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઔદ્યોગિક વિકાસ એટલે શક્ય બન્યો છે કારણ કે રાજ્યમાં શાંતિ અને સુમેળ ભર્યુ વાતાવરણ છે.