ગુજરાત વિધાનસભામાં આજે કાગ્રેસે બે વાર જુદા જુદા પ્રશ્ને વોક આઊટ કર્યો હતો જેમાં પ્રશ્નોત્તરીમાં આઇટી ડેટા સેન્ટરના પેટા પ્રશ્ને તેમજ લેખાનુદાનમાં રત્ન કલાકારો કે નાના ઊદ્યોગો તેમજ સામાન્ય જન વિરોધી હોવાનો આક્ષેપ કરી સુત્રોચ્ચાર કરી ગૃહને ગજાવી કોંગ્રેસી સભ્યોએ વર્ષ ૨૦૦૯ ૨૦1૦ના લેખાનુદાન રજૂ થતા સમયે વોક આઊટ કર્યો હતો. જો કે એનસીપી સભ્યો વોક આઉટમાં જોડાયા ન હતા.
આઇટી ડેટા સેન્ટરની સગવડો અંગેના પ્રશ્ન મામલે વિપક્ષ કાગ્રેસ સભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ કેન્દ્ર સરકારે રૂપિયા 91 કરોડ ફાળવ્યા છે. તેમ કહી પ્રશ્ન ઉઠાવતા અધ્યક્ષે વાંધો ઊઠાવી જણાવ્યુ કે આ પ્રશ્ન ડેટા સેન્ટરનો છે. માટે એને લગતો પ્રશ્ન પૂછો ત્યારે મુખ્યમંત્રીએ ઉભા થઇ જણાવ્યુ કે કેન્દ્રએ ડેટા સેન્ટર માટે માત્ર રૂપિયા ચાર કરોડ ફાળવ્યા છે અને દેશભરમાં માત્ર ગુજરાતમાં જ ડેટા સેન્ટર સ્થાપ્યુ છે. આ મામલે ગૃહમાં હંગામો થયો હતો અને કોંગ્રેસ સભ્યોએ ઊભા થઇ અમને પ્રશ્નો પૂછવા દેવામાં આવતા નથી કહી વોક આઊટ કર્યો હતો.
બપોર બાદ નાણાંમંત્રી વજુભાઇ વાળાએ તેમના નાણામંત્રી પદના કાર્યકાળ દરમિયાન ચોથી વાર વર્ષ 2009-10નું લેખાનુદાન રજૂ કરવાની શરૂઆત કરી તે સાથે જ કાગ્રેસ સભ્યોએ રત્નકલાકારો માટે પેકેજ નથી. સામાન્ય લોકોને રાહત આપવામાં આવી નથી તેમ કહી, સામાન્ય લોકોને રાહત આપવામાં આવી નથી તેમ કહી ભાજપાનું લેખાનુદાન ગુજરાતનું બલીદાન સુત્રોચ્ચાર કરી ગૃહ ગજવી મુકયુ હતુ અને વોક આઊટ કરી ગયા હતા.