રાજ્ય સરકારનાં કૃષિલક્ષી પગલાંઓને કારણે વર્ષ દર વર્ષે કૃષિ પેદાશોનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. રાજ્યનું કૃષિ ઉત્પાદન 48 હજાર કરોડને આંબી ગયું છે.
રાજ્યમાં ડ્રીપ અને સ્પ્રીંકલર ઈરીગેશન પદ્ધતિ વગેરે જેવા પગલાઓથી કૃષિનો વિકાસ 14 ટકાનાં દરે વધી રહ્યો છે. જેનાં માટે પાણીની સુવિદ્યા અને સરકારનાં પગલાંઓ જવાબદાર હોવાનું વાળાએ જણાવ્યું હતું.
આ સાથે વાળાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિવિધ જળ યોજનાઓને ખેડૂતો વર્ષમાં બે થી ત્રણ વખત લઈ શકે છે. જેના કારણે ખેતી ક્ષેત્રે રોજગારી પણ વધી છે. તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી છે.