Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

153 કરોડની પુરાંતવાળુ લેખાનુદાન

153 કરોડની પુરાંતવાળુ લેખાનુદાન

વેબ દુનિયા

ગાંધીનગર , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (21:56 IST)
બારમી ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી વજુભાઈ વાળાએ વર્ષ 2009-10નું ગુજરાત રાજયનું ચાર મહિના માટેનું રૂપિયા 153.36 કરોડની પુરાંતવાળુ બજેટ (લેખાનુદાન) રજૂ કર્યું હતું. જેને વિપક્ષની ગેરહાજરીમાં ગૃહે પસાર કર્યું હતું.

વિધાનસભામાં આજે નાણામંત્રી વજુભાઈ વાળાએ વર્ષ 2009-10નું ગુજરાત રાજયનું ચાર મહિના માટેનું રૂપિયા 153.36 કરોડની પુરાંતવાળુ બજેટ (લેખાનુદાન) રજૂ કર્યું હતું. જેને વિપક્ષની ગેરહાજરીમાં ગૃહે પસાર કર્યું હતું. આ અંદાજપત્રમાં રાજયની કુલ આવક રૂ. 53546.70 કરોડ પૈકી મૂડી આવક રૂ. 11473.02 કરોડ અંદાજવામાં આવી છે. જેમાં નાની બચતના રોકાણો સામેની લોન રૂ. 100 કરોડ, જાહેર બજારની લોન રૂ. 9707.65 કરોડ, નાણાંકીય સંસ્થાઓ તરફથી મળનાર લોન રૂ. 1253.81 કરોડ અને વિશ્વબેંક તથા એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી મળનાર લોન રૂ. 180.50 કરોડનો સમાવેશ થાય છે.

ઉપરોકત આવક સામે અંદાજેલ કુલ ખર્ચ રૂ. 52997.34 કરોડ પૈકી મહેસુલી ખર્ચ રૂ. 42016.42 કરોડ અંદાજવામાં આવ્યો છે અને મૂડી સદરે રૂ. 10980.92 કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. આ ખર્ચ પૈકી જાહેર દેવાના વ્યાજ અંગે રૂ. 7664.20 કરોડ જયારે દેવાની પરત ચૂકવણી અંગેની રૂ. 3246.66 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નાણાંકીય વસ્થાના ભાગરૂપે કોન્સોલીડેટેડ ફંડમાં રૂ. 500 કરોડ તથા ગેરંટી રીડમ્પશન ફંડમાં રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આજના બજેટમાં માધ્યમિક શાળાઓને કોમ્પ્યુટરથી સજજ કરવા માટે 25.06 કરોડની જોગવાઈ કરાઈ હતી તો સામે પક્ષે ગરીબી રેખા નીચે જીવતા ગરીબ ખેડૂતોને કિસાનકીટના વિતરણ માટે 20 કરોડની ફાળવણી કરાઈ હતી. જયારે પાક વિમા યોજના માટે 238 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેમજ મંદીના અનુસંધાને જિલ્લા મધ્યસ્થ સહકારી બકો અને રાજય સહકારી બકોને મજબુત કરવા 8 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

બજેટ રજૂ કરતા પૂર્વે ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ તમામ પડકારો, વિઘ્નો, હતાશાઓને મ્હાત કરીને તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે જેની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે. આ વખતે કેન્દ્ર સરકારનું રેગ્યુલર બજેટ નહીં આવતા માત્ર લેખાનુદાન આપ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati