Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રામપંચાયત ચૂંટણી : ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ

ગ્રામપંચાયત ચૂંટણી : ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ
, રવિવાર, 19 ડિસેમ્બર 2021 (10:10 IST)
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરી હતી. ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.
 
આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી બૅલેટ પેપરથી યોજાનારી છે. જેના માટે રાજ્યમાં 2.63 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે.
 
આજે રવિવારે મતદાન યોજાયા બાદ મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
 
 
શા માટે યોજાય છે ગ્રામપંચાયતની ચૂંટણી?
 
ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે અને પોતે સરકારનો ભાગ બને તેવા ઉદ્દેશ સાથે સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.
 
સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
 
આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી શકતી નથી માટે સ્થાનિકસ્વરાજનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
 
ગાંધીજીએ હરિજન બંધુના એક લેખમાં લખ્યું હતું કે,"સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય એટલે કે હિંદુસ્તાનનું એક-એક ગ્રામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય એનો અર્થ એ થયો કે દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે, તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરવા સમર્થ હોય."
 
શું છે સમરસ ગ્રામપંચાયત?
ગુજરાત સરકારની વેબસાઇટ પ્રમાણે, ગામડાંમાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઊભાં ન થાય તેની ભાવના સાથે આ યોજના લાગુ કરવામાં આવી હતી.
 
જેમાં ગ્રામવાસીઓ એકઠા મળી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે. આમ વાદવિવાદને બદલે સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવે છે.
 
2001 ની સાલથી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ અનુદાનને વધારીને એક લાખ અને બે લાખ રૂપિયા કરી દીધું હતું. સાથે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસવિભાગ હેઠળ આ યોજનાને સમરસ ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું હતું.
 
તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, સળંગ પાંચ વખત મહિલા સમરસ થાય તો ગામમા વિવિધ કામો માટે 13 લાખ રૂપિયા જેટલું અનુદાન આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live -આજે રાજ્યની 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી