Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલ્પેશ ઠાકોરનો શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો દાવો

alpesh
, મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (09:54 IST)
રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો ચૂંટણી લડવાને લઈને આડકતરો ઈશારો જોવા મળ્યો. વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટ માટે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. તો બીજી બાજુ શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે.અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા અંગે આડકતરી રીતે પોતાની તરફ અને શંકર ચૌધરી તરફ ઇશારો કરતા જણાવ્યું કે, 'જાન જોડી છે એનું આમંત્રણ આપવા હું આવ્યો છું. આ જાન રંગેચંગે જોડાય અને અમને બન્ને મૂરતિયાને તમે મસ્ત રીતે, વ્યવસ્થિત રીતે પરણાવો એવી મા જગદંબાને વિનંતી કરું છું. મારા બધા જ આગેવાનો મંચ પર બેઠા છે, મારાથી નાની-મોટી ભૂલ થઇ હોય, મનદુ:ખ થયું હોય તો માફ કરશો, મારાથી ક્યાંક જાણે-અજાણે ભૂલ થઇ હોય તો માફ કરશો પણ દીકરો છું, ભાઇ છું, આશીર્વાદ આપો એ જ મારી વિનંતી છે

.'બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં સ્થાનિક ઉમેદવારની માંગ કરતા લવિંગજી ઠાકોર પણ ઉપસ્થિત હતા. જેઓ એક સમયે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરતા હતા. લવિંગજી ઠાકોર પણ અલ્પેશ ઠાકોર સાથે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા.શંકર ચૌધરીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'સરકાર જેની હોય અને ધારાસભ્ય પણ એ પાર્ટીના હોય તો ફાયદો થાય. હવે આપણે જ્યારે સરકાર ભાજપની હતી ત્યારે તમે લવિંગજીને હરાવી દીધા. પછી અલ્પેશભાઇ સરકારમાં આવ્યા ત્યારે તમે અલ્પેશભાઇને હરાવી દીધા. ગયા વખતે બાકી રહી ગયું છે કે જાન છેક માંડવે પહોંચી હતી અને તો આવું અધૂરું ના રહે એ જોજો. આ તમારી બધાની જવાબદારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vitamin-D Overdose Signs: વધુ પડતું વિટામિન ડી ખાઓ તો શું થાય છે? તેના લક્ષણો કેવા છે?