Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રમાં બપોર સુધીમાં 25 % મતદાન

દક્ષિણ ગુજરાતમાં બપોર સુધીમાં 20 % મતદાન

સૌરાષ્ટ્રમાં બપોર સુધીમાં 25 % મતદાન
, સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:47 IST)
અમદાવાદ(વાર્તા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. રાજકોટ ગ્રામીણ બેઠકના ત્રણ મતદાન કેંન્દ્રો પર વોટિંગ મશીનોમાં ખરાબી આવી જતાં મતદાનમાં વાર લાગી હતી અને ઘણા લોકો મતદાન છોડીને જતાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે બે તબક્કામાં થનાર મતદાન અંતર્ગત આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 87 બેઠકો માટે આજે 1,78,77,771 મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે એસીડ ટેસ્ટ સાબિત થઈ રહેશે.

સવારના ધીમી ગતિએ મતદાન શરૂ થતા હવે ધીરે ધીરે તેજી આવવા માંડી છે. રાજકોટથી મળેલ એક અહેવાલ મુજબ રાજકોટમાં મતદાન શરૂ થયાના બે કલાક બાદ મથદાન મથકોની બહાર મત આપવા માટે ઈચ્છુક લોકોની મોટી કતારો જોવા મળી હતી. રાજકોટ-2ની વિધાનસભાની બેઠક માટેના ભાજપના ઉમેદવાર નાણા મંત્રી કેશુભાઈ વાળા વહેલા મતદાન કરવાવાળા લોકોમાં શામેલ હતાં.

87 બેઠકો માટે કુલ 669 ઉમેદવારો ચૂંટણીની લડત લડી રહ્યાં છે. જેમાં 53 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારના 10 મંત્રીઓના ભાવિનો ફૈસલો આજે મતદારો કરશે.જેમાં નાણામંત્રી વજૂભાઈવાળા, આઈ.કે. પટેલ, સૌરભ પટેલ, પુરુષોત્તમ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. આજે જ્યાં મતદાન થનાર છે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત મુખ્ય છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 2002માં સુરત(પૂર્વ)ની બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષ માટે ચૂંટણી લડનાર અને જીતનાર ધીરુભાઈ ગજેરા આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપ તરફ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગજેરાએ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.

જોકે બોગસ વોટિંગનો છેદ ઉડી ગયો છે. એક ટકા પણ બોગસ વોટિંગ નહીં થાય તેવો તંત્રનો દાવો છે.

Share this Story:

Follow Webdunia gujarati