Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરૂઆતમાં સામાન્ય મતદાન

શરૂઆતમાં સામાન્ય મતદાન

ભાષા

ગાંધીનગર , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:59 IST)
ગાંધીનગર (ભાષા) ઠંડુ હવામાન હોવા છતાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય મતદાન નોંધાયુ હતું. ઠંડી હોવા છતાં પણ યુવાનો અને ઉંમરલાયક ઘરની બહાર નીકળ્યાં હતાં. મતદાન કેન્દ્રની બહાર વોટ આપનારાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. બીજા તબક્કામાં 599 ઉમ્મેદવાર મેદાનમાં છે. આમાંથી 31 મહિલાઓ છે.

મણિનગર વિધાનસભા વિસ્તારના મતદાન કેન્દ્રની બહાર પણ લાંબી લાંબી લાઈનો લાગી હતી. અહીંયાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉમ્મેદવાર છે. લઘુમતી વિધાનસભા વિસ્તાર મિલ્લતનગર અને જમાલપુરમાં પણ સામાન્ય મતદાન જોવા મળ્યું હતું.

ત્યાં જ 2002માં ગુજરાતમાં તોફાનોનું કેન્દ્ર રહેલ ગોધરા વિધાનસભા વિસ્તારના મુસ્લીમ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં વોટ નાંખવા આવ્યાં હતાં જ્યારે કે હિંદુ પ્રભાવ વિસ્તારમાં ઓછા મતદાતાઓ પોતાના વોટ આપવા આવ્યાં હતાં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરખેજ વિધાનસભા વિસ્તારની નવચેતન સ્કુલમાં પોતાનો વોટ આપ્યો હતો. વોટ આપ્યાં બાદ મોદીએ કહ્યું હતું કે ગુજરાતના લોકો રાજ્યની જીત માટે ચુંટણી લડી રહ્યાં છે. રાજ્યમાં ભાજપને ઐતિહાસિક જીત મળશે.

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ શાહપુર વિધાનસભા વિસ્તારના ખાનપુર મતદાન કેદ્ર પરથી પોતાનો વોટ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ જીતશે.

પોતાના ગૃહનગર વસાનિયામાં વોટ આપ્યાં બાદ કેન્દ્રીય કાપડમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અહીંયા લોકો ભાજપથી કંટાળી ગયાં છે અને તેઓ આ બદલાવ માટે વોટ નાંખશે.

Share this Story:

Follow Webdunia gujarati