Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મતદાન માટે 47,900 ઈવીએમ

મતદાન માટે 47,900 ઈવીએમ

ધર્મેન્દ્ર વ્યાસ

અમદાવાદ , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:10 IST)
અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં 11 અને 16મી ડિસેમ્બરે યોજાનાર વિધાંસભાની ચુંટણીમાં દરેક મતદાન વિભાગને અંદર આ વખતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવામાં આવશે. બે તબક્કાની અંદર યોજાનાર ચુંટણીમાં આ વખતે 47,900 ઈલેક્ટ્રોનીક મશીનનો ઉપયોગ કરવામાં આવશે જે મતદારો માટે સરળ રહેશે.

ભારતના ચૂંટણી પંચે આ વખતે નવા વધુ સુવિધાપૂર્ણ ઈવીએમની ગુજરાતની ચૂંટણી માટે ફાળવણી કરી છે, જેમાં મતદાન શરૂ થવાનો અને મતદાન પૂરું થવાના સમયનો પણ નિર્દેશ હશે. આ ઉપરાંત મતદાનની તારીખ પણ ઈવીએમ બતાવશે.

ઈવીએમ નિયંત્રણ એકમ અને મતદાન એકમને વાયરથી જોડવામાં આવે છે. એક મતદાન એકમ ઉપર 16 ઉમેદવારોના નામ મૂકી શકાય. આવા ચાર મતદાન એકમ જોડી એક સાથે મહત્તમ 64 ઉમેદવારોનો સમાવેશ કરી શકાય છે. મતદાન એમક ઉપર અનુક્રમ, ઉમેવરાનુ નામ અને તેમને ફાળવવામાં આવેલું ચૂંટણી પ્રતીક હોય છે.

પ્રત્યેક ઉમેદવારની વિગત સામે વાદળી રંગનું બટન હોય છે. મતદારે તેમના મનપસંદ ઉમેદવાર સામેની વાદળી રંગની સ્વીચ દબાવવાની હોય છે. આ વાદળી સ્વીચ દબાવતાની સાથ બી...પ... એવો અવાજ આવશે અને મતદારનો મત અપાઈ જશે. ત્યારબાદ ઈવીએમ ઓટોમેટીક લોક થઈ જશે. વળી જો મતદાર ભૂલથી કે હાથે કરીને એકસામટી બે કે તેથી વધુ વખત વાદળી સ્વીચ દબાવે તો તેના મત રજિસ્ટર જ નહીં થાય. ઈવીએમનું સૌથી મોટું જમાપાસું છે કે તેમાં કોઈ મત ખાલી નહીં જાય કે બોગસ વોટ નહીં જાય.

હવે જોઈએ ઈવીએમનો બીજો ભાગ. નિયંત્રણ એકમની વાત. નિયંત્રણ એકમની ઉપર બાજુ ચૂંટણી લડતા ઉમેદવારોરની સંખ્યા, કુલ અપાયેલા મતો, ઉમેદવારે પ્રાપ્ત કરેલા મતો વગેરને માહિતી હોય છે. ઈવીએમમાં પડેલા મતોની વિગતો ગણતરીની પળોમાં પ્રાપ્ત કરવાની જોગવાઈ ઉપલબ્ધ છે. આની બરાબર નીચે ઈવીએમનું હૃદય બેટરી હોય છે. બેટરીની બરાબર બાજુમાં ઉમેદવારોની સંખ્યા ગોઠવવાની જગ્યા હોય છે. આ કેન્ડસેટ બટન તરીકે ઓળખાય છે અને નિયંત્રણ એકમમાં છેલ્લે રીઝલ્ટ એરીયા હોય છે. જેમાં મતદાન પુરું કરવાનું બટન, સંસદીય અને વિધાનસભાના અલગ અલગ પરિણામો મેળવવા બે રીઝલ્ટ સ્વીચ અને જરૂર ન હોય તેવી વિગતો કાઢી નાખવા માટે ક્લીયર સ્વીચ હોય છે. સૌથી નીચે મતદાનની નિશાની બતાવતી સ્વીચ મતદાન એકમને મત આપવા અનુમતી આપે છે અને બીજું બટન કુલની નિશાની બતાવે છે. જ્યારે કુલનું બટન દબાવાય ત્યારે એ સમયે થયેલું કુલ મતદાન જાણી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati