Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મોદીનો જાદુ છવાયો

ગુજરાતમાં મોદીનો જાદુ છવાયો
P.R
રવિવારનાં પરિણામો ભાજપ કે કોંગ્રેસની તરફેણમાં આવશે તેની સાથે જ રાજનીતિમાં નવા જ સૂરજ ઉગશે. ભાજપનો વિજય લગભગ નિશ્ચિત છે ત્યારે તેઓ ફરી મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી શક્યતાવધુ છે. જયારે ભાજપમાં પોતાના શક્તિશાળી શાસન દ્વારા છેલ્લાં છ વર્ષમાં ગુજરાતના થયેલા વિકાસને લઈને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

આ સમયે તો લોકો તર્ક લગાવી રહ્યા છે કે ભાજપને ગુજરાતમાં થયેલા તોફાનોથી અને ભાજપથી રિસાઈને અપક્ષમાં ઉભા રહેલા નારાજ ભાજપના કાર્યકરોને કારણે નુકશાન થશે કે ભાજપનો જાદુ એવો જ રહેશે. એ પણ નક્કી છે કે જો આ નારાજ ભાજપના અસંતુષ્ટો જો અપક્ષમાં ચૂંટાઈને આવશે તો તેઓ આ વખતે પોતાનો ગુસ્સો ઠાલવશે.

આ બંનેના આશાવાદ વચ્ચે અસંતુષ્ટો પોતાનો તર્ક લગાવી રહ્યા છે કે ભાજપથી નારાજ થઈને અપક્ષ ઊભા રહેલા ભાજપના પૂર્વ કાર્યકરો પણ આ વખતે કાઠું કાઢશે અને તેમનો પણ અવાજ લોકશાહીમાં સંભળાશે. જો કે, સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે, ગુજરાતનો મતદાર કોઈ એક પક્ષ જ પૂરા મત આપતો હોય છે, પરંતુ આ વખતની પરિસ્થિતિ અલગ છે. મતદારોએ કોના તરફે મતદાન કર્યું છે તે કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી.

જો કે, આ પરિણામોની રાહ જોયા સિવાય ભાજપે નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે દુનિયાનો મોટો સમૂહ પણ રવિવાર પર નજર રાખીને બેઠો છે. મોદીનો ભાજપ નબળો પડશે તો કેશુભાઈ બમણા વેગથી હાઇકમાન્ડ પર તૂટી પડશે એ નિશ્ચિત છે. જે પણ હોય એ વાત તો નક્કી છે કે ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

મોદીએ સૌને આશ્ચર્યમાં મૂકી દેતા એકલે હાથે આ સફળતા હાંસલ કરી છે. જેને લીધે પણ ભાજપના કાર્યકરોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસ સહિત વિરોધી પક્ષમાં શાંતિ છવાઈ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati