Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસ જ તોફાન કરાવશે : ભાજપ

તહલકા સ્ટિંગ ઓપરેશન સામે ભાજપે ગુસ્સો જાહેર કર્યો

કોંગ્રેસ જ તોફાન કરાવશે : ભાજપ

ભાષા

, સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:29 IST)
PRP.R

નવી દિલ્હી (ભાષા) : તહલકા સ્ટિંગ ઓપરેશન સામે ગુસ્સો જાહેર કરતાં ભાજપે આજે આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસ ત્યાં તોફાન કરાવવા માગે છે. તેના લીધે કોંગ્રેસના પક્ષમાં મતદાતાઓ બંધાયેલાં રહેશે અને સહેલાઈથી તેને જીત મળશે.

લોકસભામાં ભાજપના ઉપમંત્રી વિજય કુમાર મલ્હોત્રાએ પ્રતિનિધીઓને જણાવ્યું છે કે ગુજરાતના લોકો અને ખાસ કરીને ત્યાંના હિંદુઓને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મલ્હોત્રા ગુજરાતમાં થયાં તોફાનોથી જોડાયેલાં મુદ્દા "તહેલકા" બાબતે જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે પ્રદેશમાં તોફાનો થયાને પાંચ વર્ષ પૂરા થયા છે. જ્યારે કે તે પછી પણ ત્યાં ઘણી વખતે ચુંટણીઓ યોજાઈ છે. હવે ફરી એક વાર કોંગ્રેસ તે વાતોને સામે લાવવા માગે છે! છતાં તે સામે કોંગ્રેસને કોઈ ફાયદો થશે નહિ અને જીત પણ છેવટે ભાજપના પક્ષમાં જ રહેશે.

તેમણે કહ્યું છે કે, ભલેથી કોંગ્રેસ આવી બીજી અમુક સીડીઓ લાવીને દેખાડી દે, પણ તેના લીધે ભાજપને નુકસાન થશે નહિ અને તેના પક્ષમાં 2/3 ભાગની સીટો આવશે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન "એમ્સ" સાથે જોડાયેલાં એક ધારાસભ્યને સંસદમાં રજૂ કરતાં આ ભાજપ મંત્રીએ કહ્યું છે કે આ પણ છેવટે તેમણે પોતાના પદેથી હટાવવા માટેનો પ્રયાસ છે. અહિંયા એક નોંધવા જેવી બાબત એ બને છે કે હાલની સરકારે જ મલ્હોત્રાને "પદ્મભૂષણ" પુરસ્કાર આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati