Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં આજે ગુજરાત દિનની ઉજવણી

49માં ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા બે દિવસની ભવ્ય ઉજવણી

અમરેલીમાં આજે ગુજરાત દિનની ઉજવણી
અમરેલી. , ગુરુવાર, 1 મે 2008 (11:00 IST)
અમરેલી. આજે ગરવી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાઇ રહી છે, ત્યારે આજે ગુરુવાર સવારે નિરોગી બાળવર્ષ ઉપક્રમે મહારેલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાજરીમાં યોજાશે, જયારે મુખ્યમંત્રીનું ગઇકાલ સાંજે જ અમરેલીમાં આગમન થઇ ચુક્યું છે. આજની અન્ય ઉજવણીમાં સવારે 9.30 કલાકે રાજમહેલ પટાંગણમાં ઇ-ગ્રામ લોકાર્પણ, સવારે 11.05 કલાકે જનસેવા કેન્‍દ્ર, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટર, 108 આરોગ્‍ય રથ સેવાનું લોકાર્પણ, બપોરે બ્રાહ્મણ સોસાયટીના પાણી વિતરણના કામોના લોકાર્પણ તેમજ બપોરે 3.30 કલાકે ફાર્મવાડીમાં મુખ્‍યમંત્રી મોદી કૃષિ મેળો, મહિલા સંમેલનને પણ સંબોધશે.

અમરેલીમાં ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણી નિમિતે બુધવાર સાંજે જ અમરેલી ખાતે પહોચેલા મુખ્યમંત્રીએ સાંજના 5.15 કલાકે શહેર કાર્યાલય ખાતે રોજગારીનાં સાધનોનું વિતરણ કર્યું હતું. ત્‍યારબાદ સાંજે ડો. જીવરાજ મહેતા ચોકમાંથી તેમના હસ્‍તે 'સ્‍વર્ણિમ ગુજરાત' સંકલ્‍પ જયોતરથને વિદાય આપ્યો હતો. રાત્રે 8 કલાકે કમાણી ફોરવર્ડ હાઇસ્‍કૂલ ખાતે સમુદ્રગાથા-ગુજરાતના ભવ્‍ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.

મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગઇકાલ સાંજે કામનાથ મહાદેવના મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો.

ગુજરાતની 1લી મે, 1960ના રોજ સ્‍થાપના બાદ પ્રથમ મુખ્‍યમંત્રી બનેલા ડો. જીવરાજ મહેતાએ અમરેલીના વતની હતા. તેમણે મુખ્‍યમંત્રી બન્‍યા બાદ અમરેજીને જિલ્લા બનાવ્યો, અમરેલી શહેરમાં એરોડ્રામ ર્ટમિનલ અને ટેકિનકલ શાળા કોલેજોના નિર્માણમાં યોગદાન આપ્‍યું. ત્‍યાર પછી રાજયમાં અનેક મુખ્‍યમંત્રીઓ બદલાઇ ગયા પણ જૂનવાણી અમરેલી શહેર કે જિલ્લાની શિકલ બદલાઇ નહી. પરંતુ હવે ગુજરાત સ્‍થાપના દિવસની અમરેલીમાં ઉજવણી થયા બાદ અમરેલી શહેર અને જિલ્લાનો જાણે ભાગ્‍યોદય થયો હોય એવો અહેસાસ થઇ રહયો છે.

અમરેલીની દુર્દશા જોનાર અજાણી વ્‍યકિત અમરેલી શહેર જિલ્લા મથકનું સેન્‍ટર છે એવું માની શકે નહી ગુજરાત ગૌરવદિનનાં 49માં લોકમહોત્‍સવની ઉજવણી અમરેલીમાં કરવાનું રાજય સરકારે નકકી કર્યા બાદ જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજય સરકારે જંગી બજેટ ફાળવ્‍યું છે.

ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણી નિમિતે આખા શહેરને શણગારવામાં આવ્યું છે. વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ પ્રધાનો તથા અનેક રાજકીય મહાનુભાવોના અમરેલીમાં આગમ થતાં અમરેલીમાં અનેરો ધમધમાટ જોવા મળે છે. લોકોમાં પણ અનેરો ઉત્‍સાહ અને થનગનાટ છે. અમરેલીમાં ઉજવણી થતાં વે અમરેલીના વિકાસની નવી ક્ષિતિજો ખુલશે એવી અપેક્ષા પણ લોકો રાખી રહયા છે.

Share this Story:

Follow Webdunia gujarati