Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના સાહિત્યકારો

ગુજરાતના સાહિત્યકારો
કવિ નર્મદ
નર્મદ નું પુરૂ નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24-8-1833 માં સુરતમાં થયો હતો.
નર્મદે સમાજ સુધારક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમને ગુજરાતી સાહિત્યનો ઉડોં અભ્યાસ કર્યો હતો. જય જય ગરવી ગુજરાતના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતાં. 1864 માં ડાંડિયો નામનું પાક્ષિપ શરૂ કર્યુ હતું. અને તેના વડે સમાજ સુધારણાનું કામ હાથ ધર્યું હતું.

જ્યોતિન્દ્ર દવે
જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21-10-1901 ના રોજ સુરતમાં થયો હતો.તેમના પિતાનુ નામ હરિહરશંકર હતું. અને માતાનુ નામ ધનવિધાગૌરી હતું. તેઓ હાસ્યકાર તરીકે પણ જાણિતા છે. જ્યોતિન્દ્ર દવેએ સુરતની એમ.ટી.બી. કોલેજમાં અને એલ.યુ.આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. તેઓ ગુજરાત માસિકના સહતંત્રી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. સાથે-સાથે તેમને સાહિત્ય ક્ષેત્રે પોતાની કલમ પણ ચલાવી છે.

જ્યોતિન્દ્ર દવેની વ્યતીતને વાગોળું છું આત્મકથા, અમે બધાં નવલકથા, અને નિબંધસંગ્રહની રચના કરી છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

કવિ કલાપી
કવિ કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. તેઓ કલાપી તરીકેના ઉપનામ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 26-1-1874ના રોજ લાઠી ગામે રાજવી કુંટુંબમાં થયો હતો. તેમને ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઘણુ યોગદાન આપ્યુ હતું. નાનપણથી જ તેઓ સાહિત્ય અને સૌદર્યનો શોખ ધરાવતા હતાં. કાવ્યો રચવાની શરૂઆત તેમણે 1892થી કરી હતી.

તેમની મુખ્ય કૃતિઓમાં કલાપીનો કેકારવ, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મવિચાર નો સમાવેશ થાય છે. તેઓ 9-6-1900ના રોજ મુત્યું પામ્યા હતાં. તેઓ માત્ર 26 વર્ષનું ટુંકુ જીવન જીવ્યાં હતાં.

કવિ દલપતરા
કવિ દલપતરામનો જન્મ 21-1-1820ના રોજ વઢવાણ ગામે થયો હતો. તેમના પિતાનુ નામ ડાહ્યાભાઇ હતુ.અને પુત્રનુ નામ નાનાલાલ કવિ હતુ.કવિ દલપતરામે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમને કવિતા, નિબંધ, નાટક વગેરેમાં પોતાની કલમ ચલાવી હતી.

કવિ દલપતરામની મુખ્ય કૃતિમાં મિથ્યા અભિમાન, ભૂત નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ સુધારાયુગના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનું મિથ્યાઅભિમાન નાટક ખૂબ જ લોકપ્રિય બન્યુ હતુ. તેમાં તેમણે સમાજમાં મોટાપણાના દંભ જેવા દૂષણોને પ્રગટ કર્યા હતા.

તેઓ બુધ્ધીપ્રકાશના તંત્રી તરીકે પણ રહ્યા હતા. અર્વાચીન ગુજરાતી ભાષાના વિકાસમાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો.

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.

આ રચના તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલી

Share this Story:

Follow Webdunia gujarati