Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ગુ. દિન પર મુખ્યમંત્રીની શુભેચ્છાઓ

આજે ગુજરાતનો 49મો સ્‍થાપના દિન નિમિતે રાજ્‍યપાલની શુભેચ્છાઓ

આજે ગુ. દિન પર મુખ્યમંત્રીની શુભેચ્છાઓ
, ગુરુવાર, 1 મે 2008 (18:01 IST)
P.R

ગાંધીનગર. ગુજરાતમાં આજે તા.1 મે એ રાજયના 49 માઁ સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્‍યારે રાજયપાલ શ્રી નવલકિશોર શર્મા અને ગુજરાતના નાથ મુખ્‍યપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને શુભેચ્‍છા પાઠવી હતી. રાજય સરકારે પ્રથમ વખત રાજય સ્‍થાપના દિનની ઉજવણી પાટનગરથી દૂર અમરેલી જિલ્લામાં કરવાનો આવકારદાયક નિર્ણય કરેલ છે.

આજે અમરેલીમાં શ્રેણીબધ્‍ધ કાર્યક્રમોના આયોજનો થયા છે, જેમાં ખાસ કરીને સવારે 9.30 કલાકે રાજમહેલ પટાંગણમાં ઇ-ગ્રામ લોકાર્પણ, સવારે 11.05 કલાકે જનસેવા કેન્‍દ્ર, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટર, 108 આરોગ્‍ય રથ સેવાનું લોકાર્પણ, બપોરે બ્રાહ્મણ સોસાયટીના પાણી વિતરણના કામોના લોકાર્પણ તેમજ બપોરે 3.30 કલાકે ફાર્મવાડીમાં મુખ્‍યમંત્રી મોદીએ કૃષિ મેળો, મહિલા સંમેલનને પણ સંબોધી હતી.

એવી જ રીતે રાજયના તમામ શહેરોમાં સરકારી તંત્રો તથા ખાનગી સંસ્‍થાઓ આ અવસરની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઇ હતી. આ ગૌરવંતા ઉજવણીના પ્રસંગે સહુ ગુજરાતીઓ એકસાથે રહી શકતા નથી તેનું દુઃખ છે, કોંગ્રેસે પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં અલગથી આ પ્રસંગની ઉજવણીનું આયોજન કર્યુ છે, તે આપણા રાજયની કરુણા છે.

Share this Story:

Follow Webdunia gujarati