Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલી એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો

વર્ષોજુની પાણીની સમસ્યામાંથી અમરેલી જિલ્લાને મુક્તિ મળશે - મોદી

અમરેલી એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો
, શુક્રવાર, 2 મે 2008 (11:00 IST)
PRP.R

અમરેલી. ગુજરાતના 49માં સ્થાપના દિનની ઉજવણી અમરેલી ખાતે ગઇકાલે યોજાઇ હતી ત્યારે યોજાયેલા ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની લાક્ષણિક અદામાં પ્રવચન આપ્યું હતું કે, અમરેલીના લોકોને ગૌરવ લેવું જોઇએ કે, અમેરિકાની ગુગલ કંપની ગુજરાતી ભાષામાં માહિતીની સેવાઓ ઉપલબ્‍ધ કરાવે છે અને ગુગલના સર્ચ એન્‍જીનનું પહેલું પેજ અમરેલીમાંથી લોંચ થઇ રહયું છે. આમ, અમરેલી જિલ્લો સમગ્ર એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ જિલ્લો બન્‍યાનું બહુમાન મેળવે છે.

અમરેલી ખાતે ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી મોદીએ અમરેલી જિલ્લાની તમામ 590 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેંડ કનેકિટવિટીની સુવિધા અને 203 કોમન સર્વિસ સેન્‍ટરની સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. તેમજ આ સુવિધાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપતી બે પુસ્‍તિકાનું વિમોચન પણ કર્યું હતું. આ પુસ્‍તિકાની વિશિષ્ટતા એ છે કે તેમાં જિલ્લાના ગામો ઇ-મેઇલ એડ્રેસ મૂકવામાં આવ્‍યું હતું.

આ અંગે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું હતું કે, સમગ્ર એશિયામાં અમરેલી જિલ્લો પ્રથમ ઇ-ગ્રામ, વિશ્વગ્રામ બનવાનું બહુમાન મેળવી રહયો છે. ભાજપ સરકાર ચૂંટાઇ આવ્‍યા બાદ ચાર મહિનામાં મારું પ્રથમ સ્વપ્ન સાકાર થયું છે.. અને તે છે ''ઇ-ગ્રામ યોજના''.

અમરેલીના લોકોને હવે પાણીનું સુખ -
અમરેલી શહેર વર્ષોથી પીવાના પાણીની સમસ્‍યાથી પીડાતું આવ્‍યું છે. ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણીની સાથે જ અમરેલી શહેરની આ સમસ્‍યાનો અંત આણવાનો રાજય સરકારે દ્રઢ નિર્ધાર જાહેર કરેલ, જેના ભાગરૂપે મુખ્‍યમંત્રીએ પાણી વિતરણના કામો અને પાઇપલાઇનના કામનું ખાતમુર્હૂત કર્યું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી ખાતે શહેરની જનતા માટે પીવાના પાણીના વિતરણ માટે બ્રાહ્મણ સોસાયટી ઝોન અને પાઇપલાઇન માટે ખાસ અંબિકાનગર ઝોન બનાવવામાં આવ્‍યા છે.

ગઇકાલ બપોરે બન્ને કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ વિવિધ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાઇ હતી. ત્‍યારબાદ સાંજે 5.15 કલાકે મુખ્‍ય મંત્રીએ ભાજપના મદદ કાર્યાલય ખાતે માનવ કલ્‍યાણ યોજના અન્‍વયે રોજગારીના સાધનોનું વિતરણ કર્યું હતું. આજે સવારે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ વરચે શહેરના જીવરાજ મહેતા ચોકથી કોલેજ ચોક સુધી નિરોગી બાળવર્ષ ઉપક્રમે વિશાળ મહારેલી નીકળી હતી.

કૃષિક્ષેત્રે પરિવર્તન - આ પ્રસંગે કૃષિ સંમેલન અને હાઇટેક મેળાનું મુખ્‍યમંત્રીએ ઉદ્‍ઘાટન કરીને જણાવ્યું હતું કે, ખેતીની પઘ્‍ધતિમાં પરિવર્તન લાવવા અને ડ્રીપ ઇરિગેશન પઘ્‍ધતિ અપનાવવી જોઇએ. ગુજરાતમાં મોરેશિયસની જેમ ડ્રીપ ઇરિગેશનની પઘ્‍ધતિથી કૃષિ સિંચાઇ માટે સારો અવકાશ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આ માટે પહેલ કરીને સારો રાહ ચિંઘ્‍યો છે. ડ્રીપ ઇરિગેશનનો સૌથી મોટો લાભ બહેનોને થવાનો છે. કેમ કે, બહેનો નિંદામણની કાળી મજૂરીમાંથી બચી શકશે. ખેડા જિલ્લામાં ખેડૂતોએ વૃક્ષોની ખેતી કરીને નવો પ્રયોગ અમલમાં મૂકયો છે.

અમરેલી જિલ્લામાં આજથી વધુ 108 એમ્બ્યુલંસ સેવા મુખ્‍યમંત્રી મોદીના હસ્‍તે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્‍દ્ર મોદીએ વધુ 9 જેટલી 108 એમ્બ્યુલંસ સેવાનું લોકાર્પણ કર્યુ હતું. અમરેલી, જાફરાબાદ, બગસરા, ખાંભા, બાબરા, લાઠી, લીલિયા વડિયા અને ચલાલાનો સમાવેશ થાય છે. મુખ્‍યમંત્રી મોદીએ જણાવ્‍યું હતું કે, આખા રાજયમાં અમરેલી જિલ્લો એવો છે કે, જયાં જિલ્લાના તમામ તાલુકાઓને 108 એમ્બ્યુલંસ સેવા મળતી હશે. અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં પ્રાંગણમાં અકસ્‍માતની સારવાર માટે અધતન ટ્રોમા સેન્‍ટર બનાવવામાં આવ્‍યું છે. તેનું પણ મુખ્‍યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું.

ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ બાબરાના ગળકોટડી તેમજ અમરેલીના ઇશ્વરિયા ગ્રામ પંચાયત ખાતે ઉપસ્‍થિત ગ્રામજનો સાથે વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા સીધી વાત-ચીત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati