Select Your Language
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત.ઉત્તરમાં અંબા માત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત.નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાત,જય જય ગરવી ગુજરાત.તે અણહિલવાડના રંગ,તે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત.(
જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)