Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mahalaxmi Temple- મહાલક્ષ્મી મંદિર અહીં પ્રસામાં મળે છે સોના ચાંદીના ઘરેણા

Ratlam mahalaxmi temple
, ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:08 IST)
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક આવુ મંદિર છે જ્યાં લોકોને પ્રસાદમાં ઘરેણાં વહેંચવામાં આવે છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે અહીંના લોકો  ભેટ તરીકે જે પણ ચડાવે છે, તે જ વર્ષના અંતે તે બમણું થાય છે.
 
દિવાળીમાં મંદિરને શણગારવામાં આવે છે
વિશાલ મહાલક્ષ્મીનું આ મંદિર દિવાળી દરમિયાન સુંદર રીતે શણગારવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરના ઘરેણાની કિંમત 100 કરોડ રૂપિયા છે. અહીંની સજાવટ જોઈને એવું લાગે છે આટલા પૈસા મંદિરને દાનમાં આપવામાં આવે છે પરંતુ તમે વિશ્વાસ નહીં કરો કે આ પૈસા મંદિરને દાનમાં નથી આપવામાં આવતા પરંતુ ભક્તો દ્વારા શણગાર માટે આપવામાં આવે છે, જે તેમને પાછળથી પરત કરવામાં આવે છે.
 
પ્રસાદમાં જ્વેલરી મળે છે
દિવાળી પછી, જે પણ ભક્ત આ મંદિરની મુલાકાત લે છે તેને પ્રસાદ તરીકે ઘરેણાં આપવામાં આવે છે. આ સાથે રોકડ પણ આપવામાં આવે છે. આ પ્રસાદ લેવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે.
 
છે. ભક્તો કહે છે કે તેઓ આ પ્રસાદને શુભ શુકન માનીને કયારે ખર્ચ નથી કરતા પરંતુ તેને સંભાળીને રાખે છે.
 
ધનતેરસ પર દરવાજા ખુલે છે
મહાલક્ષ્મીના આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે અને આ ધનતેરસનો શુભ દિવસ છે. ધનતેરસના દિવસે આ મંદિરના દ્વાર બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે. આ દિવસે દરવાજા ખુલ્યા બાદ દિવાળી સુધી આ દરવાજા ખુલ્લા રહે છે. આ મંદિરમાં પાંચ દિવસ સુધી દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે જે કોઈ આ મંદિરમાં પ્રવેશ કરે છે તે મહાલક્ષ્મીને શણગારવા માટે ઘરેણાં લાવે છે અને તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. મંદિરમાં મહિલાઓને શ્રીયંત્ર, સિક્કો, ગાય, અક્ષત, કુબેર પોટલી જેમાં કંકુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે.જેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.
 
એવું મંદિર ક્યાંય નથી
કહેવાય છે કે સમગ્ર ભારતમાં એવું કોઈ મંદિર નથી કે જ્યાં મહાલક્ષ્મીજી સોના-ચાંદીના ઘરેણાં, હીરા, રત્ન અને રોકડથી શણગારેલા હોય. આ મંદિરની વિશેષતા એ છે કે ભક્તો દ્વારા લાવેલા લાખોની કિંમતના ઘરેણા આજદિન સુધી વાળવામાં આવ્યા નથી. આ થોડા સમય પછી ભક્તોને પરત કરવામાં આવે છે.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ છે નિકિતા પોરવાલ ? જેના માથે સજાયો મિસ ઈંડિયા 2024નો તાજ, આ બોલીવુડ અભિનેત્રીને માને છે પોતાની પ્રેરણા