શ્રી ચેહર માતાજીનું મંદિર અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ નજીક આવેલું છે. ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ્યા હતા માતાજીના મંદિરે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે આવે છે.
શ્રી ચેહર માતાજી ના પ્રાગટ્ય દિન વસંત પંચમીના દિવસે હોય છે. ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ્યા હતા
ચેહર માતાજીના પરચા
ચેહર માતાજીના ઘણા બધા પરચા તેમાંથી આ એક સૂકા ઝાડનો પરચો 1995માં સતીશભાઈ ચેહર માતાજી સપનામાં આવ્યા અને કહ્યું કે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ પાસે ત્રિકોણીયું ખેતર છે. તેમાં વરખડીનું ઝાડ આવેલું છે. તે ઝાડસુકું છે. પણ કાલે સવારે એ લીલું થઈ જાય તો સમજ જે હું હાજર હજૂર છું. ભૂવાજી સતીષભાઈએ બીજા દિવસે જોતા વરખડીનું ઝાડ લીલું હતું. એટલે માતાજીનો દીવો કરી તેમની સ્થાપના કરી. અને જે દીવો પ્રગટાવ્યો હતો તે દીવો આજ સુધી અખંડ છે. મંદિર ખૂબ સુંદર બનાવવામાં આવ્યુ છે. દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે કલાત્મક મંદિર અને તેનુ વાતાવરણ તેમને આકર્ષિત કરે છે અને એટલે જ ભાવિકો નિયમિત મંદિરની મુલાકાત લઈ ભક્તિની સાથે શાંતિનો અનુભવ કરે છે.
ચહેરામાં દરરોજ ત્રણ સ્વરૂપ બદલે છે. ચેહરમાં તમે નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના રૂપમાં જોઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં ચેહરમાના નાના-મોટા મંદિરો આવેલા છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તાર, મરતોલી, પીંપળા વગેરે સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીના મંદિરો આવેલા છે.