Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajkot Seat - રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ વધી, વજુભાઈએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટીકિટ માંગી

vajubhai vada
, મંગળવાર, 8 નવેમ્બર 2022 (12:36 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ સમીકરણો બદલાઈ ગયાં છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પહેલાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હવે તેમના પીએ તેજસ ભટ્ટ માટે ટીકિટની તેઓ માંગ કરી રહ્યાં છે. આ માટે તેઓ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યાં છે.

બીજી તરફ વિજય રૂપાણીએ યુ ટર્ન મારતાં તેમના બદલે નીતિન ભારદ્વાજને ટીકિટ મળે તેવી રજુઆત કરી છે. તે ઉપરાંત આ બેઠક પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પર ટીકિટની માંગ કરી રહ્યાં છે. નેતાઓનું ભારે લોબિંગ શરૂ થયું છે. રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ,કશ્યપ શુક્લ,એડવોકેટ અનિલ દેસાઇએ પણ આ બેઠક પર દાવેદારી કરી છે. તે ઉપરાંત પાટીદાર સમાજે પણ આ બેઠક પર ચૂંટણી માટે તેમના ઉમેદવારને ટીકિટ આપવા માંગ કરી છે. હવે આ બેઠક પર ભાજપનો હાઈકમાન્ડ કોને ટીકિટ આપે છે તે જોવું રહ્યું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની તૈયારી લગભગ પૂર્ણ! 2 તબક્કામાં લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ