Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વિજય ઉત્સવની તૈયારીઓ કરી, ભાજપના કાર્યકર્તાઓને વિજય સરઘસના મેસેજ કરાયા

gujarat election
, બુધવાર, 7 ડિસેમ્બર 2022 (17:59 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી થવાનું છે. સવારે 8 વાગયાથી મતગણતરી શરૂ થવાની છે અને જીતના જશનની શરૂઆત થશે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિજયના ઉત્સવ માટેની તૈયારિયો શરૂ કરી દેવામાં આવી છે. ઢોલ નગારા, ડીજે, ફુલહાર વગેરે માટેના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. જીત બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભા વિસ્તારમાં બાઈક રેલી અને વિજય સરઘસનું આયોજન પણ અત્યારથી નક્કી કરી દેવામાં આવ્યું છે.

ભાજપમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપનો ગઢ ગણાતી એવી ઘાટલોડિયા, એલિસબ્રિજ, સાબરમતી, મણિનગર, વટવા, નારણપુરા અને વેજલપુર વગેરે વિધાનસભામાં ભાજપના ઉમેદવારોની જીતને લઈ અને અત્યારથી જ કાર્યકર્તાઓએ તૈયારીઓ કરી લીધી છે.આવતીકાલે ચૂંટણીના પરિણામ આવવાના છે જેને લઇ અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરની પાંચથી સાત વિધાનસભા બેઠકો પર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે એક મીટીંગ કરી અને વિજય ઉત્સવની તૈયારીઓ માટે તેમજ વિજય સરઘસના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. ફટાકડા અને ડીજેના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે મતગણતરી કેન્દ્રની બહાર તેમજ વિધાનસભા વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ડીજે અને ફટાકડાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને વિજય સરઘસ માટે પોલીસ પાસેથી પરમિશન પણ માંગી લેવામાં આવી છે.ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મણિનગર, વટવા, સાબરમતી, એલિસબ્રિજ, નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા પર 50000થી વધુની લીડથી ઉમેદવારોનો વિજય થવાનો છે. જેનો ભાજપના કાર્યકર્તાઓ ને વિશ્વાસ છે જેને લઇ અત્યારથી જ તેઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે બેઠક કરી વિજય સરઘસના રૂટ નક્કી કરી તમામ કાર્યકર્તાઓને બાઇક રેલીમાં હાજર રહેવા માટે મેસેજ કરી સૂચના પણ આપી દેવામાં આવી છે. બપોરે બે વાગ્યા બાદ પશ્ચિમ વિસ્તારની ત્રણથી ચાર વિધાનસભા બેઠકો પર વિજય સરઘસ કાઢવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના વરાછામાં પાલિકાએ ગેરકાયદે બાંધકામ હટાવાતાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ ડિમોલિશન અટકાવ્યું