Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Election boycott by farmers - સિંચાઇ માટે પાણી નહી તો વોટ નહી, હારીજ અને ગીરના ખેડૂતોએ લીધો નિર્ણય

Farmers
, મંગળવાર, 15 નવેમ્બર 2022 (10:48 IST)
રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝનમાં સારો વરસાદ નોંધાયો છે. મોટાભાગના ડેમ છલકાયા તેમન નદી નાળા છલકાયા હતા. તેમછતાં હજુ ગુજરાતના અનેક ગામડાઓમાં શિયાળા શરૂઆતમાં સિંચાઇના પાણી માટે વલખા મારવા પડે છે. ગુજરાતના અનેક ગામડાઓ સરકારની પાયાની સુવિધાઓથી વંચિત છે. ત્યારે પોતાનો હક મેળવવા માટે આંદોલન કરતાં હોય છે પરંતુ આ વખતે ચૂંટણી મૌસમ ચાલી રહી હોવાથી ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. 
 
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડાના ગ્રામજનોને રવિ સીઝનમાં સિંચાઈ માટે પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ માળિયાહાટીના તાલુકાના દેવગામ પાસે આંબાકુઈ ડેમ ભરેલો પડ્યો છે. જેમાંથી ખેડૂતોએ સિંચાઇના પાણી માટે માંગ કરી છે. પરંતુ તેનો ઉકેલ ન આવતાં ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. 
 
જંગર ગીર ગામના 400 ખેડૂતો 20-20 વર્ષથી સિંચાઈના પાણી આપવા માટે રજૂઆત કરી રહ્યાં છે. ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી સરપંચ અને ગ્રામજનોની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
 
તો બીજી તરફ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડાના ગ્રામજનોને રવિ સીઝનમાં સિંચાઈ માટે પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વેજાવાડાના ખેડૂતો તેમજ ગ્રામજનોએ સિંચાઇના પાણી માટે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી છતા સ્થાનિકોના પ્રશ્નોનો હલ થતો નથી. સ્થાનિકો-ખેડૂતોએ  મોટી સંખ્યામાં વિરોધ નોંધાવી “પાણી આપો પાણી આપો”ના સૂત્રોચાર કર્યા હતા. સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની તેમજ ગામમાં મત પેટીઓ નહિ મૂકવા દેવાની પણ ચીમકી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આપમાં જોડાશે, જેલમાંથી લડશે ચૂંટણી, જાણો મતદારો કઇ સીટો પર પડશે અસર