Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujart Election 2022: ગાંધી-પટેલની કર્મભૂમિ ગુજરાતનો જાણો રાજકારણીય ઈતિહાસ

gujarat election
, બુધવાર, 9 નવેમ્બર 2022 (19:07 IST)
ગુજરાતમાં ચૂંટણીનુ બ્યુગલ વાગી ચુક્યુ છે આ વખતે અહી બે ચરણોમાં ચૂંટણી થશે. આવા અવસર પર અમે તમને બતાવી રહ્યા છીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ ગુજરાતનો રાજનીતિક ઈતિહાસ શુ છે ?
 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને લોખંડી પુરુષ સરદાર પટેલ (Sardar Patel) ની કર્મભૂમિ ગુજરાતમાં 15મી વખત વિધાનસભાની ચૂંટણી છે(gujarat assembly elections) થવા જઈ રહી છે...14 વિધાનસભાની ચૂંટણીઓ જોઈ ચૂકેલા આ રાજ્યની સાબરમતી નદીમાં હવે ઘણું પાણી વહી ગયું છે.હવે આ રાજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને તે ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ના હોમ સ્ટેટ તરીકે પણ જાણીતું છે...તેથી આખા દેશની નજર અહીં યોજાનારી ચૂંટણી પર છે...આજે આપણે એક નજર કરીએ ગુજરાતના રાજકીય ઈતિહાસ પર.. .  
 
આઝાદી પહેલા, ગુજરાત બ્રિટિશ શાસિત બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો એક ભાગ હતું. 1947 પછી, તેનો બોમ્બે રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો. 1953 માં, પ્રથમ રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરવામાં આવી હતી, ત્યારે પણ ગુજરાત બોમ્બે રાજ્યનો એક ભાગ હતું... પરંતુ મહાગુજરાત ચળવળને કારણે, 1960 માં બોમ્બે રાજ્યનું વિભાજન થયું અને ગુજરાતનો જન્મ થયો... 
 
કોણ ક્યારે સત્તામાં રહ્યુ ? 
 
રાજ્યમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી 1960માં યોજાઈ હતી.
ત્યારે રાજ્યમાં માત્ર 132 બેઠકો હતી, કોંગ્રેસને 121 બેઠકો મળી હતી.
કોંગ્રેસે 1960 થી 1975 સુધી રાજ્ય પર કબજો જમાવ્યો હતો.
જીવરાજ નારાયણ મહેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા
બાદમાં બળવંતરાય મહેતા વર્ષ 1965 સુધી સીએમ બન્યા.
આ પછી હિતેન્દ્ર દેસાઈ અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.
 
1975 પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. ત્યારબાદ બાબુભાઈ પટેલ(Babubhai Patel)ના નેતૃત્વમાં ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સમતા પાર્ટી અને કોંગ્રેસથી છેડો ફાડી કોંગ્રેસ (ઓ)એ 211 દિવસ માટે સરકાર બનાવી. આ પછી 1980માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીMadhav Singh Solanki) એ રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો.
 
સોલંકી પછી કેશુભાઈનો યુગ 
 
1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો
 
માધવસિંહ સોલંકીએ 182માંથી 149 બેઠકો જીતી હતી
 
1990ની ચૂંટણીમાં જનતા દળ અને ભાજપનું ગઠબંધન
 
કેશુભાઈ સીએમ બન્યા પણ રામ મંદિરના મુદ્દે ગઠબંધન તૂટ્યુ 
 
કેશુભાઈએ 1995ની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત અપાવી હતી.
 
આ એ જ વર્ષ હતું જ્યારે રાજ્યના રાજકારણમાં ભાજપે ધમાકો કર્યો હતો અને રાજ્યમાં ભગવો રંગ જમાવ્યો હતો.
 
27 વર્ષથી ભગવા છે ગુજરાત 
 
ભાજપ બેઠક
1995 121
1998 117
2002 127
2007 117
2012 115
2017 99
 
જો કે, 2017ની ચૂંટણીમાં, ભાજપ તેની અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં હોવાનું જણાયું... તેમની મત ટકાવારી અને બેઠકો બંનેમાં ઘટાડો થયો.
 
2017માં શું થયું?
કુલ બેઠકો- 182 બહુમતી- 91
 
પક્ષની બેઠકો
ભાજપ 99
કોંગી 77
અન્ય 06
 
પક્ષ મત ટકાવારી
ભાજપ 50%
કોંગ્રેસ 42.2%
અન્ય 06%
 
જો કે નરેન્દ્ર મોદીનું રાજ્યમાંથી બહાર થવું પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપની નબળી સ્થિતિનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
 
અગાઉની ચૂંટણીમાં પણ છેલ્લા તબક્કાના મતદાન પહેલા મોદીએ કાર્યભાર સંભાળીને પાર્ટીની કમાન સંભાળી હતી... આ વખતે પણ ચૂંટણી મોદીના નામે જ થશે પરંતુ વર્ષ 2022 ત્રિકોણીય હરીફાઈ છે. તો એ જોવું રસપ્રદ રહેશે કે શું ભાજપ પોતાનો કિલ્લો બચાવી શકશે કે પછી પછડાટ ખાશે ? 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kanishka Soni Pregnancy: પહેલા પોતાનાથી કર્યા લગ્ન, હવે બનશે માતા