Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રથમ તબક્કાની 89માંથી 65 થી વધુ સીટો મેળવશે કોંગ્રેસ: અર્જુન મોઢવાડિયાનો દાવો

arjune modhvadiya
, શનિવાર, 3 ડિસેમ્બર 2022 (17:32 IST)
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછુ મતદાન થયું છે જેથી રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આગામી 5 પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે. જેમા 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ જણાવ્યું કે જનતાએ ભાજપના નકલી મુદ્દાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. અને અપેક્ષા કરતાં ઓછા મતદાન થતાં અનેક રાજકીય પક્ષોની ચિંતાનો વ્યાપી ગઈ છે. અને  આગામી 5 પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીમાં વધુ સીટ મેળવવા એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે બીજા તબક્કા માટે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રિય ટીમનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.

આ પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે, પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભાજપ મુદ્દા ભટકવવા વડાપ્રધાન સહીતના ભાજપના મોટા નેતાઓએ ગુજરાતમા ધામા નાખ્યા છે અને આ  નવેમ્બરના 9 દિવસમાં વડાપ્રધાને 22 કાર્યક્રમ યોજ્યા છે. જનતાએ ભાજપના નકલી મુદાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે.  તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, ગુજરાતની જનતા આ વખતે મક્કમ રહી છે તેમજ ભાજપના કાર્યકરો સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોની મહેનત જીત અપાવી છે.કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે, ભાજપે સોશિયલ મીડિયામાં હાઊ ઉભો કર્યો છે. અને તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, આપની એક પણ બેઠક પર ડિપોઝીટ પણ પરત નહી મળે અને અમે અમારી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. રાજ્યના પહેલા તબક્કાના મતદાન બાદ ભાજપના અધિકારીઓ પર મોઢવાડિયાએ મોટો આરોપ મુક્યો છે કે, ભાજપમાં હેલીકૉપટરનો ઉપયોગ પૈસાની હેરાફેરી માટે થાય છે. ત્યારે CBI અને EDને આ પૈસા કેમ નથી દેખાતા?  વધુમાં જણાવતા તેમણે કહ્યુ કે ભાજપને તેના જ કાર્યકરો પર એક પૈસાનો પણ ભરોસો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs BAN: ટીમ ઈન્ડિયાની નવી ટીમની જાહેરાત, મોહમ્મદ શમીના સ્થાને આ સ્ટાર પેસરનો સમાવેશ