Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આખરે લોકઆંદોલન હાર્યુ અને ભાજપ જીત્યુ આનું કારણ શું

આખરે લોકઆંદોલન હાર્યુ અને ભાજપ જીત્યુ આનું કારણ શું
, સોમવાર, 18 ડિસેમ્બર 2017 (12:51 IST)
ગુજરાતમાં ભાજપ ચોથી વખત સત્તા બનાવવા જઈ રહ્યું છે તે સ્પષ્ટ થઈ ગયું છે, પણ ગુજરાતમાં થયેલા વિવિધ લોક આંદોલનની હાર થઈ છે. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર, ઠાકોર અને અને દલિત આંદોલનનું મતોમાં રૂપાંતરણ થઈ શકયુ નથી.ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસમાં લોક આંદોલનને પ્રાણ ફુંકવાનું કામ કર્યુ હતું, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સભા કરતા  હાર્દિકની સભામાં વધુ લોકો આવતા હતા, પણ હમણાં સુધી જાહેર થયેલા મત પ્રમાણે હાર્દિકની સભાની ધારી અસર સૌરાષ્ટ્રમાં થઈ પણ તેને બાદ કરતા અન્ય વિસ્તારમાં ખુબ ઓછી થઈ છે.

પાટીદાર આંદોલન આરક્ષણનું એપી સેન્ટર ઉત્તર ગુજરાત હોવા છતાં ત્યાર પણ કોંગ્રેસને ફાયદો થયો નહીં, તે જ પ્રકારે ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર ધારી અસર કરી શકયા નથી, અલ્પેશે પોતાના આંદોલનમાં આદિવાસી અને દલિતોને પણ સામેલ કર્યા હતા. પણ તેમણે પણ કોંગ્રેસનો મત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.આમ તમામ લોક આંદોલનમાં પ્રજાની આંદોલનની સાથે અને ભાજપની વિરૂધ્ધમાં હોવા છતાં ભાજપથી નારાજ લોકોએ કોગ્રેસને મત આપ્યા નહીં, અથવા મતદાનથી અળગા રહ્યા હતા. આમ લોક આંદોલન બાદ પણ કોગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી નહીં, ગુજરાતના મતદારો ભાજપથી ભલે નારાજ હોય પણ તેઓ જ્યારે મતદાન મથકે ગયા ત્યારે તેમણે કોંગ્રેસના પંજા ઉપર પોતાની આંગળી મુકવાની બદલે ભાજપનું કમળ ઉપાડી લીધુ હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 - પક્ષવાર સ્થિતિ