Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

182 બેઠકો માટે 37 સ્થળો પર થશે મત ગણતરી

182 બેઠકો માટે 37 સ્થળો પર થશે મત ગણતરી
, બુધવાર, 13 ડિસેમ્બર 2017 (17:22 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા અને મત ગણતરી મામલે ચૂંટણી પંચ દ્વારા બુધવારે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. 18મી ડિસેમ્બરે વિધાનસભાની 182 બેઠકો માટે રાજ્યભરમાંથી 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા બીજા તબક્કા માટે 14 ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું છે. મત ગણતરી અંગે ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણી પંચને મળેલી દરખાસ્તો અને પંચ તરફથી મળેલી અનુમતિ અનુસાર રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારો માટે કુલ 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવશે.

જેમાં અમદાવાદ ખાતે એલડી એન્જીનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ ખાતે અને પોલિટેક્ટિનક ખાતેની ગણતરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સુરત અને આણંદ ખાતે 2-2 સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે 1-1 સ્થળે તે જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારો માટે મત ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ભૂજ, પાલનપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર, મોડાસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, અમરેલી, ભાવનગર, બોટાદ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજપિપળા, ભરૂચ, તાપી, આહવા, જલાલપોર, વલસાડમાં નક્કી કરાયેલા કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ દરોડામાં દેશી-વિદેશી દારુ સહિત કુલ 52.97 કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યભરમાં આચારસંહિતા અંગેની કુલ 158 રજૂઆતો મળી છે, જેમાંથી 153 રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમજ અન્યનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ફ્લાઇંગ સ્ક્વોડ અને એસએસટી દ્વારા વિવિધ સ્થળેથી 2.04 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ મુક્ત ભારત શક્ય નથી કારણ કે મોદીજીએ પોતાની રેલીઓમાં અડધો સમય કોગ્રેસને આપ્યો ના હોત - રાહુલ ગાંધી