ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું પ્રચાર અભિયાન અલગ અંદાજમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંગ ટેક્સ નામ આપતાં કદાચ આ પ્રકારનો પ્રચાર કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યાં છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ શોલે ફિલ્મના પાત્રોની વેશભૂષા કરીને પ્રચાર કરતાં લોકોમાં પણ કૂતૂહલ ફેલાયું હતું. સુરત કોંગ્રેસના કાર્યકરોએ શોલે ફિલ્મના જાણીતા પાત્રો ગબ્બર, ઠાકુર અને કાલિયાની વેશભૂષા કરવામાં આવી હતી.
અહી શોલેના વિલનોને કદાચ બીજેપીના નેતાઓ સાથે સરખાવવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવી રહેલા પ્રચાર વખતે પોલીસ પણ જાણે ડાકુઓને પકડવા માટે આવી હોય તેમ કોંગ્રેસના કાર્યકરો પાસે બંદૂક સહિત બૂલેટ વગેરે હોવાથી પોલીસે તમામ શોલેના પાત્રમાં આવેલા લોકોની અટકાયત કરી હતી. ઘોડા પર સવાર શોલે ફિલ્મમાં જે રીતે ડાકુ આવે તેમ કોંગ્રેસના કાર્યકરો જીએસટીના વિરોધમાં આવ્યાં હતાં. બંદૂક-બૂલેટ સાથે હોવાથી પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી