Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભામાં મોદીનો જાદુ ચાલશે ખરો ?

ગુજરાત વિધાનસભામાં મોદીનો જાદુ ચાલશે ખરો ?
, મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:27 IST)
તાજેતરમાં જ આપણે 5 રાજ્યોની વિધાનસભાના પરિણામોમાંથી 3 રાજ્યોમાં ભગવો લહેરાતો જોયો... તેમાય યુપી પરિણામોએ તો સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે.... 300 પ્લસ સીટો લાવીને સાબિત થઈ ગયુ છે કે આજે પણ મોદીનો જાદુ ચાલે છે.. 
 
હવે ભાજપની આગામી અગ્નિ પરિક્ષા ગુજરાતમાં છે. ગુજરાત આમ તો બીજેપીનુ ગઢ કહેવાય છે પણ મોદી પીએમ બનીને ગુજરાતમાંથી બહાર નીકળી ગયા પછી પાટીદાર અનામત અને દલિત આંદોલન જેવા પડકારોએ બીજેપી માટે કસોટીના દિવસો લાવી દીધા છે. 
 
આગામી વિધાનસભામાં ભાજપાનું લક્ષ્ય 150 સીટો મેળવવાનુ છે... શુ તેમને આ 150 સીટો મળશે ખરી ? આમ તો ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી ભાજપા ને કોંગ્રેસ બંને માટે મહત્વની છે. 
 
ગુજરાતમાં હાલની તારીખમાં જોઈએ તો ચૂંટણીનો શુભઆરંભ થઈ ગયો હોય તેવું વાતાવરણ રાજકિય પક્ષોના કાર્યકરોમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં નલિયાકાંડ અને ભાજપના ભ્રષ્ટાચારને લઈને કાર્યકરો લોકો સમક્ષ પોતાનો પક્ષ મુકી રહ્યાં છે. તે ઉપરાંત કોંગ્રેસમાં પ્રથમ પેનલ પણ ગોઠવાઈ ગઈ છે. જ્યારે ભાજપમાં જોઈએ તો સરકાર માત્ર વિકાસના મંત્રને લઈને આગળ વધી રહી છે. થોડા સમય અગાઉ જ્યારે આનંદીબેન સીએમ હતાં ત્યારે એવો માહોલ સર્જાયો હતો કે હવે ભાજપના વળતાં પાણી થવાના પણ હાલમાં પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વારંવાર થતી ગુજરાતની મુલાકાતો બાદ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરીવાર ભાજપ સરકાર રચી શકે છે. 
 
પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઠાકોરસેનાની માંગણીઓને લઈને થઈ રહેલા આંદોલનોથી સરકાર ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. તે છતાંય આ આંદોલનની કોઈ અસર ક્યાંય જોવા મળતી નથી. બીજી તરફ ખેડૂતો સરકારથી નારાજ છે અને આશા વર્કરો અને આંગણવાડીની કર્મચારી મહિલાઓ પણ હવે આંદોલનના માર્ગે છે. ત્યારે કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડી રહી છે. એક તરફ વિધાનસભાગૃહમાં અમિત શાહના ભારે નિવેદન અને કેગના રીપોર્ટને લઈને કોંગ્રેસના ધારાસભ્યો વોકઆઉટ થઈ રહ્યાં છે. તો બીજી બાજુ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યાં છે. 
 
કોંગ્રેસના વિપક્ષના નેતા એક બાજુ એવું નિવેદન આપી ચૂક્યા છે કે તેઓ સીએમ પદની રેસમાં નથી ત્યાર બાદ એવું નિવેદન આપ્યું કે હવે સીધા સીએમ હાઉસમાં મળીશું આવા નિવેદનોથી લોકોમાં મૂંઝવણ ઉભી થઈ છે કે મત આખરે કોને આપવો. અમિત શાહે પણ નવેમ્બરમાં ચૂંટણી યોજાશે એવી સાંકેતિક ભાષામાં પોતાનું પ્રવચન કરીને ચૂંટણીના સંકેતો આપ્યાં અને ત્યાર બાદ તેઓ પણ ચૂંટણી નહીં લડે તેવી વાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગુજરાતના લોકોમાં હાલ એક જ સવાલ છે કે જે ભાજપ 150 સીટો મેળવવાની વાતો કરે છે તે ભાજપનો સીએમ પદનો ઉમેદવાર કોણ હશે.
 
સુત્રોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કોઈ આરએસએસના નેતાને સીએમ બનાવવામાં આવશે, પણ તે કોણ છે તેનું નામ હજી સુધી ચર્ચામાં પણ નથી આવ્યું. જો કોઈ નેતા નહીં મળે તો આખરે અમિત શાહ સીએમ બને તેવી અટકળો કાર્યકરોમાં ચર્ચાઈ રહી છે. વિજય રુપાણીને સીએમ તરીકે રીપીટ કરવાની વાત સાવ ભુલાઈ ગઈ છે. તેઓ આ તેમના કાર્યકાળની છેલ્લી ટર્મ પર હોય તેવું પણ લાગી રહ્યું છે. ભાજપનો પ્રચાર મોદી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના નવનિયુક્ત સીએમ યોગી આદિત્યનાથ હસ્તક રહેશે. પરંતું કાર્યકરોને હજી અવઢવ છે કે આખરે ભાજપનો ચહેરો કોણ બનશે.
 
ઉત્તરપ્રદેશની જંગી જીત અને નોટબંધી બાદ હાલની તારીખમાં જોઈએ તો ભાજપને જો હાલ ચૂંટણી થાય તો 120 જેટલી સીટો મળે એમ છે. પરંતુ ભાજપનો ટાર્ગેટ 150નો છે. કોંગ્રેસ પણ આ વખતે તેને સત્તા મળશે એવો દાવો કરી રહી છે, પણ તેનો મોટો ચહેરો કોણ હશે એ પણ એક સવાલ છે. કોંગ્રેસને જો હાલ ચૂંટણી થાય તો 80 થી 85 સીટો મળી શકે એમ છે. આમતો બંને પક્ષો માટે આ ચૂંટણી અટપટી સાબિત થાય એમ છે. એક તરફ એવી પણ ચર્ચાઓ છે કે શંકરસિંહ વાઘેલા આખરે ભાજપમાં જોડાશે પણ હજી સુધી એક પણ પ્રવક્તાએ આ અંગે ટીપ્પણી નથી ઉચ્ચારી. તેમના નિવેદન પરથી લોકો તેઓ ભાજપમાં જોડાશે એવી વાયકાઓ પ્રસરાવી રહ્યાં છે. હવે જોવાનું એ છે કે આખરે ચૂંટણી ક્યારે જાહેર થાય છે અને બંને પક્ષોમાં કોણ સીએમનો તાજ પહેરે છે, બાકી હાલના સમયમાં ગુજરાતમાં જીત તો ભાજપની થશે એવી ચર્ચાઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBIમાં મોંધી થઈ બેકિંગ, મોટાભાગના સેવાઓના ચાર્જેસમાં વધારો