તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આવે છે’ ટાઇટલ હેઠળ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ હું મુખ્યમંત્રીની રેસમાં નથી એવું ચોંકાવનારું નિવેદન આપીને રમગ્ર રાજકીય દુનિયામાં ભળભરાટ મચાવી દીધો હતો. જોકે, આ નિવેદનને હજી થોડા જ દિવસો થયા છે ત્યારે આજે મંગળવારે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધતા કહ્યું હતું કે, આવતા વર્ષે સીએમની ચેમ્બરમાં મળીશું.
આ નિવેદનથી ક્યાંકને ક્યાંક તેમણે મુખ્યમંત્રીની રેસમાં પોતાને સામેલ કરી લીધા હોય એવું લાગી રહ્યું છે. શંકરસિંહના આ નિવેદનથી રાજકિય દુનિયમાં ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. શંકરસિંહ વાઘેલાએ પ્રેસકોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપ ઉપર પ્રહાકો કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા વધી છે. જોકે, એક વર્ષમાં 10થી 15 લાખ લોકોને નોકરી મળી શકે છે. લાગવગ, રૂપિયા ન આપી શકતા લોકો નોકરી નથી મેળવી શકતા. આ સાથે આશાવર્કર અને ફિક્સ પગારદારોનું શોષણ થયું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વીએસપી, ભાજપ, એબીવીપને રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી. આમ બીજેપી અને તેનો આખો પરિવાર હિન્દુઓને તોડે છે. હિન્દુવાદના આધારે ન્યૂ ઇન્ડિયા થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા પોતે ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં ન હોવાનું ચોંકાવનારૂ નિવેદન કર્યા બાદ આજે તેમણે ફેરવી તોડ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આવતા વર્ષે આજ દિવસે સીએમ ચેમ્બરમાં મળીશું. આ નિવદેનથી તેમની દિલની વાત બહાર આવી હોય એમ લાગી રહ્યું હતું. ઉપસ્થિત લોકોની પ્રતિક્રિયા જોઇને શંકરસિંહે ફેરવી તોળીને જણાવ્યું હતું કે, આવતા વર્ષે જે સ્થિતિમાં હોઇશ તે સ્થિતિમાં મળીશું.
કોંગ્રેસ સંમેલનને સંબોધતા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું સી.એમ.ની રેસમાં નથી. મારી સફર તો માત્ર વિધાનસભા ચુંટણી સુધી જ છે. હું મારા-તારાની રેસમાં નથી. આ ઉપરાંત તેમણે એમ જણાવ્યું હતું કે રાજકારણમાં ધ્રૂવિકરણ 2002થી ચાલે છે. આ ચુંટણી ટર્નિંગ પોઇન્ટ બનવાની છે. એક બે ધારાસભ્યો જીતવાથી કંઈ નહીં થાય. કંઈ નહીં હોય તો માથે હાથ દઇને બેસશો. ઉલ્લેખનિય છેકે આ સંમેલમાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમણે આ સંમેલનને સંબોધ્યું હતું.