Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાએ ત્રીજા મોરચાનું બ્યુગલ ફૂંક્યૂ

શંકરસિંહ વાઘેલાએ ત્રીજા મોરચાનું બ્યુગલ ફૂંક્યૂ
, ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:04 IST)
શંકરસિંહ વાઘેલાએ હાલમાં જ ત્રીજા મોરચા તરીકે આગામી ચૂંટણી લડવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. શંકરસિંહ વાઘેલાના આ ત્રીજા મોરચાથી ભાજપને સીધો ફાયદો કોંગ્રેસના વોટ કપાવાથી થશે તે સ્પષ્ટ છે. શંકરસિંહ વાઘેલાએ આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે વાસણીયા મહાદેવના મંદિરે દર્શન કરી જળાભિષેક કર્યો હતો.

મંગળવારે પણ તેમણે પત્રકારો સાથેની વાતમાં જાહેરાત કરી હતી કે તે જન વિકલ્પ પાર્ટીની સરકાર બનશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપનાર યુવાનોને 4 ફોન આપવામાં આવશે અને ગૃહિણીએઓને ઘરનું ઘર અપાશે. જોકે જે રીતે સોશ્યલ મીડિયાનું વાતાવરણ છે તે રીતે શંકરસિંહ વાઘેલાના આ વાયદાઓની અસર જનતા પર જોવા મળતી નથી. સોશ્યલ મીડિયામાં લોકો જનવિકલ્પને ભાજપનો જ બીજો ભાઈ માનીને કમેન્ટ્સ અને વિવિધ પોસ્ટર્સ ફરતા થઈ ચૂક્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE INDvAUS: ભારતની બેટિંગ, રોહિત શર્મા આઉટ, રહાણે અને વિરાટ મેદાનમાં, ભારત 26/1