Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેસાણામાં નીતિન પટેલ સામે 33 ઉમેદવારો ચૂંટણી લડશે

મહેસાણામાં નીતિન પટેલ સામે 33 ઉમેદવારો ચૂંટણી લડશે
, શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:30 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મહેસાણા ઉપર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 33 ઉમેદવારોનો સામનો કરનાર છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય હબ તરીકે રહી ચુકેલા મહેસાણામાં પાટીદારોની ભૂમિકા ચાવીરુપ રહી શકે છે. હકીકતમાં પાસના લોકો કોઇપણ કિંમતે ભારતીય જનતા પાર્ટીને હાર આપવા માટે કમરકસી લીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતન પટેલે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ઉમેદવારો મહેસાણામાં પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે પરંતુ તેમને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. નીતિન પટેલનું કહેવું છે કે, તેમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે.

વર્ષ ૨૦૧૨માં મહેસાણામાં 14 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, જેડીયુ અને 11 અપક્ષ ઉમેદવારો હતા. આ વખતે મહેસાણામાં કુલ મતદારોની સંખ્યા 2.97 લાખની આસપાસ છે જેમાં પાટીદારોની સંખ્યા સૌથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીનું કહેવું છે કે, 34 ઉમેદવારોને મત આપતી વેળા તેમની સામે નોટાના વિકલ્પો પ ણ રહેશે. મહેસાણામાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. ત્રણ ઇવીએમ અને વીવીપેટ સેટ રાખવામાં આવ્યા છે. વોટિંગ માટે તમામ બૂથ ઉપર તૈયારીઓ રાખવામાં આવી છે. મહેસાણાના મતદારો પાસે વિકલ્પો પુરતા છે. મહેસાણા બેઠક પર 40 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા જેમાં 8 પાટીદારો, 7 મુસ્લિમ, 9 ઠાકોર, 5 પરમાર, 4 પ્રજાપતિ અને 7 અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા. મહેસાણામાં સૌથી નજીકની સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, આ બેઠક ઉપર પરિણામથી હાર્દિક પટેલની કુશળતા પણ સાબિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિજ્ઞેશ મેવાણીને ચૂંટણી લડવા અરૂંધતી રોયે 3 લાખ આપ્યા