Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

શું ગુજરાતમાં કોંગ્રેસ વેચાઈ ગઈ ? ટોચના જુના કોંગ્રેસી નેતાઓને ટિકીટ ના મળી

ગુજરાતમાં કોંગ્રેસ
, મંગળવાર, 28 નવેમ્બર 2017 (13:22 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નવા ચહેરાને સ્થાન અપાયુ છે તો ભાજપ અને કોંગ્રેસે તેના જાણીતા ચહેરાઓની ટિકિટ કાપી નાખી છે. કોંગ્રેસે તેના પ્રવક્તા હિમાંશું પટેલને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ નથી આપી તો બીજી તરફ પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસને પણ ટિકિટ નથી અપાઇ.

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ નિશિત વ્યાસને ટિકિટ મળતા સહેજમાં રહી ગઇ હતી અને તેમના સ્થાને સુરેશ પટેલને ટિકિટ અપાઇ હતી. આગામી વિધાનસભા ચૂંટણી માટે ફરી નિશિત વ્યાસને આશા બંધાઇ હતી પરંતુ ફરી એક વખત તેમને નિરાશા સાંપડી છે અને પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડાને ટિકિટ અપાઇ છે. કોંગ્રેસના કાર્યકરોમાં ટિકિટ વહેંચણી અંગે નારાજગી એવી હતી કે કાર્યકરોએ ગાંધીનગરની કોંગેસની ઓફિસ બહાર રાત્રે જ મોટી સંખ્યામાં ખુરશીઓ તોડી તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો. બીજી બાજુ વિજાપુર સીટ પરથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલને પણ કાપી નાંખવામાં આવ્યાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીની મણીનગર બેઠક પર કોંગ્રેસે આ ગ્લેમર્સ ગર્લને ટિકિટ ફાળવી