Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019ની મીફાઈનલ છે ગુજરાતની ચૂંટણી.. આ ચૂંટણીના પરિણામ 2019નો રસ્તો નક્કી કરશો

2019ની મીફાઈનલ છે ગુજરાતની ચૂંટણી.. આ ચૂંટણીના પરિણામ 2019નો રસ્તો નક્કી કરશો
, ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (13:53 IST)
ગુજરાતમાં આજે બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યુ છે. સાંજે 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ આવવા પણ શરૂ થઈ જશે..  18 તારીખના રોજ તસ્વીર સ્પષ્ટ થઈ જશે કે શુ રાજ્યમાં ભાજપાનું 22 વર્ષનુ શાસન આજે પણ ચાલુ રહેશે કે પછી રાહુલ ગાંધીની રાજનીતિમાં ધમાકેદાર એંટ્રી થશે.  ગુજરાતના પરિણામ 2019ની તસ્વીર પણ સ્પષ્ટ કરશે. 
 
શુ મોદીની લહેર કાયમ રહેશે ?
 
2014માં નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હીની સત્તા પર કાબેજ થયા હતા તો તેનુ કારણ મોદી લહેર જ હતુ.. આ લહેર ગુજરાત મૉડલના આધાર પર શરૂ થઈ અને તેના આધાર પર મોદીએ પોતાની રેલીઓ દરમિયાન આના જ આધાર પર વોટ માંગ્યા હતા. ગુજરાતના પરિણામ જ નક્કી કરશે કે જો બીજેપી જીતી જાય છે તો આવનારા 2019માં પણ મોદીનો જાદૂ ચાલી શકશે કે નહી.. 
 
રાહુલ ઈઝ બેક !
 
છેલ્લા ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધીની રાજનીતિક કેરિયર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પણ ગુજરાતમાં પ્રચાર દરમિયાન રાહુલનુ નવુ રૂપ જોવા મળ્યુ.. તે હવે કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા છે. ભારતીય જનતા પાર્ટી સતત તેમના રેકોર્ડના આધાર બનાવી નિશાન સાધે છે કે રાહુલનુ નામે સૌથી વધુ ચૂંટણી હારવાનો રેકોર્ડ છે.  જો કોંગ્રેસ આ ચૂંટણી જીતે છે તો 2019 માટે મોદી વિરુદ્ધ રાહુલ એક મોટા ચેહરાના રૂપમાં રજુ થઈ શકે છે. 
 
અન્ય રાજ્યો પર પણ પડશે અસર.. 
 
ગુજરાત પીએમ મોદીનો ગઢ છે. તેમણે અત્યાર સુધી દરેક ચૂંટણી આને જ મૉડલ બતાવીને વોટ માંગ્યા છે અને ચૂંટણી જીતી છે.  ગુજરાત પછી અનેક અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી છે. જેવી કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક રાજ્યમા. તેમાથી અનેક રાજ્યોમાં બીજેપીની સરકાર છે.. બીજેપી જો ગુજરાતમાં હારે છે તો તેના પર પણ અસર પડશે. જો કે બીજેપી અત્યાર સુધી મોદીના ચેહરાની સાથે જ આગળ વધી રહી છે. 
 
ગુજરાત પાર તો બેડા પર ! 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહનો ગઢ છે. તેથી બીજેપી માટે ગુજરાત ચૂંટણી જીતવી જ સૌથી મોટો પડકાર છે. આ જ રીતે જો કોંગ્રેસ ચૂંટણી જીતે છે તો રાહુલ ગાંધી માટે અધ્યક્ષ પદ સાચવ્યા પછી શાનદાર શરૂઆત થશે અને વિપક્ષી નેતાના રૂપમાં પણ તેમની છબિમાં ફેરફાર થશે. આ ચૂંટણીને 2019ની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. જોવાનુ એ છે કે અંતિમ દાવ કોના હાથમાં રહેશે. 

ભાવાનુવાદ-કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Election LIVE - મતદાતાઓમાં જોરદાર ઉત્સાહ.. 12 વાગ્યા સુધી 39 ટકા મતદાન