Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપનું ઢીમ ઢાળીને આ વખતે પાડી દો - જીજ્ઞેશ મેવાણી

ભાજપનું ઢીમ ઢાળીને આ વખતે પાડી દો - જીજ્ઞેશ મેવાણી
, શનિવાર, 25 નવેમ્બર 2017 (14:04 IST)
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં સેક્ટર-14 ખાતે રહેતા રહેવાસી મૌલિક પરમાર દ્ધારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા દલિત નેતા જીગ્નેશ મેવાણીએ હાજરી આપી હતી. તેણે સ્નેહ મિલન સમારોહમાં સ્થાનિક લોકોને સંબોધતા જણાવ્યું કે, ભાજપ જો આવનારી 2019ની લોકસભાની ચુંટણીમાં જીત મેળવી લેશે તો માત્ર અનામત જ નહી તે તો સાવ સામાન્ય વાત છે તેઓ દેશનું બંધારણ જ નહી રહેવા દે. જીગ્નેશે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ‘ઢીમ ભાજપનું ઢાળી દો, કહું છું આ વખતે તો પાડી દો’.

આજે ગાધીનગરનાં સેક્ટર-14 ખાતે સ્થાનીક રહેવાસી મૌલિક પરમારનાં નેતૃત્વ હેઠળ રાખેલ સ્નેહ મિલન સમારોહમાં જીગ્નેશ મેવાણીએ હાજરી આપી હતી. જીગ્નેશે સ્થાનિકોને ભાજપની વિચારધારાની વાતને સ્પષ્ટ કરતા જણાવ્યુ કે, ભાજપ અને આર.એસ.એસ. જો આવતી 2019ની લોકસભામાં જીત મેળવી લેશે તો તે અનામત જ નહી પરંતુ બંધારણને પણ બદલી નાખશે. જીગ્નેશે મોદી સરકાર પર આકારા પ્રહાર કરતા જણાવ્યું કે, આ દેશમાં હિટલર શાસન ચાલુ થઇ ગયુ છે, જો કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તે ફસાયા છે અને જો તમે તે તકને હાથમાં લેશો તો ભાજપને ઘર ભેગા થતા કોઇ નહી રોકી શકે, મોદી સરકાર બંધારણમાં નહી માનનારી અને ડો.બાબા સાહેબ આંમ્બેડકરનાં બંધારણને દુર દરિયામાં ફેકી દેવામાં સહેજ પણ વિચાર નહી કરનારી પાર્ટી છે. જીગ્નેશે આર.એસ.એસ.ને આડેહાથ લેતા જણાવ્યું કે, ભાજપ કરતા પણ આ સંઘ પરિવાર સૌથી ખતરનાક છે, આ સંઘ પરિવાર સવારે 5.30 વાગે ઉઠીને સુર્ય નમસ્કાર કરે છે પરંતુ તે હકીકતમાં તો દલિતોને વાંકા પાડવા માટે સુર્ય નમસ્કાર કરે છે. જીગ્નેશે ભાજપને હિન્દુ રાષ્ટ્ર કરવાનાં મુદ્દે બાનમાં લેતા જણાવ્યું કે, આવારનવાર મુશ્લિમોનું કતલ કરવું આ હિન્દુ રાષ્ટ્રનો એજંન્ડા છે, અદાણી અને અંબાણીના તળીયા ચાટવા આ હિન્દુ રાષ્ટ્રનો એજંન્ડા છે આ જ કારણ છે કે હિન્દુ રાષ્ટ્ર બનવા દેવાનું નથી, જે થોડી લોકશાહી બચી છે તેને પણ આ સંઘવાદી સરકાર નહી રહેવા દે. જીગ્નેશે ઇન્ડોનેશિયાની વાતને પ્રકાશમાં લાવતા જણાવ્યું કે, તે દેશમાં આ પ્રકારનાં (ભાજપ) ફાંસીવાદી લોકો જ્યારે રાજસત્તામાં આવ્યા ત્યારે મારા જેવા 31 હજાર લોકોને બુલેટથી સુટ કરી દેવામાં આવ્યા હતા, 2019 પછીનું ભારત જો આવુ થતા અટકાવવું હોય તો 2019માં આ સંઘવાળી સરકારને પાવરમાં આવતી રોકવી પડશે અને જો 2019માં રોકવા હોય તો અત્યારે જ્યારે તેમની ઘેટી ભરાઇ છે ત્યારે તેને દબોચી દેવાનો સમય છે, બાકી તેમના આવ્યા બાદ તમને આવા કાર્યક્રમનું આયોજન કરવા પણ નહી દે અને જો આયોજન કર્યુ હશે તો મને સ્ટેજ ઉપર ચઢવા નહી દે. ગૌરી લંકેશ પર નિવેદન આપતા જીગ્નેશે જણાવ્યું કે, તે મને પોતાનો દીકરો માનતી હતી અને તેમના ઉપર 7 રાઉન્ડ ફાયર કરી 55 વર્ષની મહિલાની છાતી પર ગોળી મારવામાં આવી, મોદી પર વાર કરતા કહ્યુ શું 56 ઇંચની છાતી છે, આ પ્રકારનાં 12, 15 લોકોને પુરા કરે, 12, 15 લોકોનાં ટાટીયા તોડે અને 12, 15 લોકોને જેલમાં નાખે એટલે ભારતવર્ષમાં જનઆદોલનનો 5 વર્ષમાં સફાયો થઇ જાય. આ વિચારધારા સાથે ભાજપ અને સંગ આગળ વધી રહ્યુ છે જો તેને આજે રોકવામાં નહી આવે તો આગળ શું થશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટિકિટ ફાળવણીના અસંતોષને શાંત કરવા સંઘના કેટલાક નેતા મેદાનમાં ઉતર્યા