Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ
, બુધવાર, 8 નવેમ્બર 2017 (12:10 IST)
હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલને મળીને પાટીદારો માટે OBC અનામતની શકયતાઓ અંગે ચર્ચા કરશે. સૂત્રો મુજબ કોંગ્રેસ OBC આરક્ષણ અંગે પોતાનુ સ્ટેન્ડ સ્પષ્ટ કર્યા બાદ હાર્દિક આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સપોર્ટ કરવાનું જાહેર કરી શકે છે. જયારે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર આજે પાસ ટીમ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક પણ યોજાશે. પાસના કો-કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું કે આ બેઠકમાં હાર્દિક પટેલ અને કપિલ સિબ્બલ ભાગ લેશે અને પાટીદારોને OBC અનામત અંગે ચર્ચા કરશે.

જયારે હાર્દિકે જાહેર કર્યુ હતું કે કોંગ્રેસ જણાવશે કે તેઓ કઈ રીતે પાટીદારોને OBC અનામત આપશે ત્યાર બાદ જ તેઓ કોંગ્રેસને ફૂલ સપોર્ટ જાહેર કરશે. જયારે OBC એકતામંચના અલ્પેશ ઠાકોર કે જેણે તાજેતરમાં કોંગ્રેસમાં જોઇન કર્યું છે તેણે દિલ્હી ખાતે પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. ઠાકોરે પહેલા તો આ બેઠકને એક રાબેતા મુજબની બેઠક ગણાવી હતી. જોકે ત્યાર બાદ તેમને કહ્યું કે, 'આ બેઠકમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવી હતી કે બિનઅનામત જાતીઓના ગરીબ પરીવારોને પણ અનામતનો લાભ મળવો જોઈએ. અલ્પેશે આ ઉપરાંત જણાવ્યું કે, 'આ બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણમાં ઉત્ત્।ર ગુજરાતની બેઠક અંગે પણ ચર્ચા કરી હતી.' તેણે વધુમાં કહ્યું કે, ‘SC, ST અને OBCને આપવામાં આવતા અનામતનો પૂરતો લાભ અમને મળવો જોઈએ અને તે માટે એક તંત્રની રચના થવી જોઈએ. તેમજ જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો તેમને EBC હેઠળ આવરી લેવી જોઈએ.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુઓ ધારાસભ્યના દિકરાનું કર્તૂત -ચોરીમાં નિર્દોષતા પુરવાર કરવા કર્મચારીઓને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા